જિલ્લા પંચાયત ભાવનગરની બાંધકામ સમિતીની બેઠક તા.૩૧/૦૮/૨૦૨૬ નાં રોજ શ્રીમતી બચુબેન
રઘુભાઇ ગોહિલનાં અધ્યક્ષ સ્થાને મળેલ હતી. જેમાં ભાવનગર જિલ્લાનાં તાલુકાઓનાં કુલ રૂા.૧૯૭૦.૦૦
લાખની કિંમતનાં અલગ – અલગ ૧૪૩ કામોની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેલ હોય બહાલી આપવામાં આવેલ
હતી.
જેમાં મુખ્યત્વે આંગણવાડીનાં ૧૦૧ કામો કિંમત રૂા. ૧૩૯૮.૬૨ લાખ, આંબેડકર હોલનાં – ૫ કામો કિંમત
રૂા. ૬૭.૪૮ લાખ, કોમ્યુનીટી હોલનાં ૧૫ કામો કિંમત રૂા. ૧૫૨.૧૦ લાખ, સીડી વર્ક નાં -૨ કામો કિંમત રૂા.
૧૭.૦૦ લાખ, ગ્રામ પંચાયત ઓફીસનાં – ૫ કામો કિંમત રૂા. ૧૧૬.૨૫ લાખ, લાઇબ્રેરીનાં -૬ કામો કિંમત
રૂા. ૧૧૬.૬૭ લાખ, સ્કુલ રૂમના – ૫ (પાંચ) કામો કિંમત રૂા. ૬૧.૯૬ લાખ અન્ય કામો -૪ કિંમત રૂા.
૩૯.૪૮ લાખ સહીત કુલ ૧૪૩ કામોની બહાલી આપવામાં આવેલ હતી. જે તમામ કામોનાં વર્કઓર્ડર
આગામી સમયમાં આપવામાં આવશે.
ભાવનગર જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની બેઠક યોજાઇ














Recent Comments