આગામી તા. ૦૯/૦૯/૨૦૨૬, બુધવારના રોજ સવારના ૦૯-૦૦ કલાકે, અમર ડેરી, ધારી રોડ, અમરેલી ખાતે જીલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા મળી રહી છે જેમાં મત્સ્યોદ્યોગ, પશુપાલન, ડેરી અને પંચાયત વિભાગના કેન્દ્રીય રાજય મંત્રી પ્રો.શ્રી એસ.પી.સિંધ બધેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરશોતમભાઈ રૂપાલા સહિત આમંત્રીત મહેમાનો ઉપસ્થિત રહશે. આ સાથે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ(કાર્ડ) દ્રારા આંતરરાષ્ટ્રિય મહિલા કૃષિ વર્ષ -૨૦૨૬ અનુસંધાને સહકાર પરિસંવાદ યોજાશે.
અમરેલી ખાતે વિવિધ સહકારી સંસ્થાઓની સંયુક્ત વાર્ષિક સાધારણ સભાના આયોજન ની પહેલ અમરેલી ખાતે દિલીપ સંઘાણીના માર્ગદર્શન તળે એટલી અસરકારક નિવડી કે, અન્યત્ર આ પ્રકારના આયોજનો સ્વિકૃત બન્યા. વાર્ષિક સાધારણ સભાની સાથોસાથ ભારત સરકારની રાષ્ટ્રિય ગોકુલ મિશન યોજના અને આર.કે.વી.વાય. યોજના અંતર્ગત વિવિધ એકમોનું લોકાપર્ણ કરવામા આવશે. જેમાં સેન્ટર એકસેલન્સનું લોકાપર્ણ, એબિયો ટ્રાન્સફર લેબોરેટરીનું લોકાપર્ણ, આઈસ્ક્રીમ અને પનિર પ્લાન્ટનું લોકાપર્ણ અને શ્રેષ્ઠ કામગીરી બદલ સહકારી સંસ્થાઓને સન્માનિત કરવામા આવશે
વાર્ષિક સાધારણ સભામાં વિવિધ સેવા સહકારી મંડળી-દુધ સહકારી મંડળીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રોત્સાહિત કરવામા આવશે. સહકાર સંમેલનમાં જિલ્લાભરની સહકારી સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, ડીરેક્ટરશ્રીઓ, ખેડૂતો, પશુપાલકો, શ્રમીકો, મહિલાઓ તથા સહકારી આગેવાનો, સાંસદ-ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, સંગઠનના હોદેદારશ્રીઓ, માર્કેટયાર્ડના ચેરમેનશ્રી, જિલ્લાભરની સહકારી મંડળીઓના પ્રમુખ-મંત્રીશ્રીઓ અને સભાસદ ભાઈ-બહેનો ઉપસ્થિત રહેશે
કાર્યક્રમને સફળ બનાવવા માટે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, અમરેલી જીલ્લા ખરીદ વેચાણ સહકારી સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા, અમરેલી જીલ્લા સહકારી સંઘના પ્રમુખ યુવાઅગ્રણી મનિષ સંઘાણી, અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ, અમર ડેરીના એમ.ડી. ડો.આર.એસ.પટેલ, અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના જનરલ મેનેજર(સીઈઓ)બી.એસ.કોઠીયા સહિત ટીમ સહકાર તડામાર તૈયારી કરી રહયાનું અખબારી યાદીના અંતમા જણાવાયેલ છે.














Recent Comments