અમરેલી સ્થિત શ્રી શાંતાબા જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે ‘ચક્ષુદાન સપ્તાહ’ ની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ ચક્ષુદાન જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં નેત્રદાન પ્રત્યે જાગરૂકતા આવે અને અંધત્વ નિવારણ તરફ સકારાત્મક પગલું ભરી શકાય તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી (સાવરકુંડલા શાખા)ના સેક્રેટરી શ્રી મેહુલભાઈ વ્યાસ દ્વારા ચક્ષુદાનનું મહત્ત્વ અને તેની પ્રક્રિયા વિશે સચોટ તેમજ પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ચક્ષુદાન એ મહાદાન છે, જેના દ્વારા કોઈ અંધ વ્યક્તિના જીવનમાં રોશની લાવી શકાય છે. તેમના પ્રેરણાદાયી વક્તવ્યથી પ્રભાવિત થઈને ઉપસ્થિત અનેક લોકોએ ચક્ષુદાન કરવાનો પવિત્ર સંકલ્પ લીધો હતો.
આ જાગૃતિ કાર્યક્રમમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. આર. એમ. જીતિયા સાહેબ, શ્રી દિનેશભાઈ કાપડિયા, ડો. પૂજા મેડમ, ડો. હિરેન ઘાટડ સાહેબ, ડો. રોશની પરમાર તેમજ કિરણબેન રાઠોડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ‘સંસ્કાર ગ્રુપ – અમરેલી’ના સભ્યો તથા શ્રીમતી પૂજા મેહુલ વ્યાસે પણ હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો સહયોગ આપ્યો હતો.

















Recent Comments