અમરેલી

માનવ મંદિરે જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન સહિતની ટીમની મુલાકાત, ભક્તિ બાપુ સાથે મુલાકાત કરી મનોરોગી બહેનોનો લીધો હૃદયસ્પર્શી પરિચય

અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબેન તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતની ટીમે માનવ મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ટીમે માનવ મંદિરના ભક્તિ બાપુ સાથે મુલાકાત કરી સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે જાણકારી મેળવી હતી.

મુલાકાત દરમિયાન ટીમે માનવ મંદિરમાં રહેતી મનોરોગી બહેનો સાથે પણ આત્મીયતાથી વાતચીત કરી હતી. બહેનો સાથે સંવાદ કરી તેમની દૈનિક સ્થિતિ, જરૂરિયાતો અને સંસ્થામાં મળતી સુવિધાઓ અંગે જાણકારી મેળવવામાં આવી હતી. અધિકારીઓ અને પદાધિકારીઓએ બહેનો સાથે સમય વિતાવી તેમને હૂંફ અને લાગણીનો અનુભવ કરાવ્યો હતો.

માનવ મંદિર દ્વારા માનસિક રીતે અસ્વસ્થ અને નિરાધાર મહિલાઓની સેવા, સંભાળ અને પુનર્વસન માટે કરવામાં આવતી કામગીરીની પણ મુલાકાત દરમિયાન પ્રશંસા કરવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન સેવાકીય પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા તથા જરૂરિયાતમંદ લોકો સુધી સરકારી અને સામાજિક સહાય પહોંચે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ અને શિક્ષણ વિભાગના અધિકારીઓની માનવ મંદિરની મુલાકાતથી સંસ્થાના સેવાકાર્યને પ્રોત્સાહન મળ્યું હતું. માનવતા અને સેવાભાવ સાથે મનોરોગી બહેનોની સંભાળ લેતી સંસ્થાની કામગીરી સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે.

Related Posts