ઉંમર ૮૫ વર્ષની… પગલાં ધીમા પડી ગયા છે, કાન પણ પહેલાં જેટલું સાંભળતા નથી. રોજિંદા જીવનની
સામાન્ય લાગતી બાબતો પણ હવે પડકાર બની ગઈ છે. ઘરની બહાર જવું હોય, એક જગ્યાએથી બીજી
જગ્યાએ જવું હોય કે પરિવારજનોની વાત સાંભળવી હોય વિમળાબેન પટેલ માટે દરેક કાર્યમાં મુશ્કેલી
અનુભવાતી હતી. પરંતુ ઘોઘા તાલુકાના મોરચંદ ખાતે યોજાયેલા એક સાધન સહાય વિતરણ કાર્યક્રમ બાદ
તેમના જીવનમાં જાણે સરળતાનું નવું પાનું ખુલ્યું છે.
રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વિમળાબેનને વ્હીલચેર અને કાનના મશીન સહિતની જરૂરી સાધન સહાય
નિઃશુલ્ક મળી. સહાય હાથમાં આવી ત્યારે તેમના ચહેરા પર જે સંતોષનું સ્મિત હતું, તે કદાચ કોઈ આંકડામાં
માપી શકાય તેમ નથી. વર્ષોની મુશ્કેલી વચ્ચે મળેલી આ સહાય તેમના માટે માત્ર સરકારી યોજના નહીં
પરંતુ રોજિંદા જીવનને સરળ બનાવતી એક નવી આશા બની છે.
હવે ચાલવામાં થતી તકલીફ થોડી હળવી થશે અને કાનના મશીનથી લોકો શું કહે છે તે સારી રીતે સાંભળી
શકીશ.. વિમળાબેનના આ શબ્દોમાં મળેલી સહાયનો સાચો અર્થ સમાઈ જાય છે.
વિમળાબેન કહે છે કે ઉંમર વધતાં શરીર સાથ આપતું ન હતું. ચાલવા-ફરવામાં તકલીફ પડતી હતી અને
સાંભળવાની ક્ષમતા ઘટી જતાં પરિવારજનો સાથે વાતચીત કરવામાં પણ મુશ્કેલી અનુભવાતી હતી.
વ્હીલચેર અને કાનના મશીન જેવી સુવિધા ખરીદવી જરૂરી હતી પરંતુ પરિવારની આર્થિક સ્થિતિને જોતા તે
સહેલું નહોતું. વિમળાબેનનો પુત્ર છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આવક મર્યાદિત હોય
ત્યારે પરિવાર માટે રોજિંદા ખર્ચની સાથે મોંઘા સાધનો ખરીદવાનું આયોજન કરવું મુશ્કેલ બની જતું હોય છે.
આવા સમયે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અને ALIMCOના સહયોગથી મળેલી નિઃશુલ્ક સાધન સહાય
વિમળાબેનના પરિવાર માટે મોટી રાહત બની છે.
આ સહાય મળ્યા બાદ વિમળાબેનના જીવનમાં સૌથી મોટો ફેરફાર એ છે કે હવે તેઓ પોતાની નાની-નાની
જરૂરિયાતો માટે અગાઉ કરતાં વધુ સરળતાથી આગળ વધી શકશે. વ્હીલચેર તેમને ગતિ આપશે, જ્યારે
કાનનું મશીન પરિવાર અને આસપાસના લોકો સાથેનો સંવાદ વધુ સરળ બનાવશે.
વિમળાબેન સરકારનો આભાર માનતાં કહે છે કે અમારા જેવા વડીલોની જરૂરિયાત સમજીને નિઃશુલ્ક સાધનો
આપવામાં આવ્યા તે બદલ હું સરકારનો અને કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાનો હૃદયપૂર્વક
આભાર માનું છું.
વિમળાબેનની કહાની માત્ર એક લાભાર્થીને મળેલી સાધન સહાયની કહાની નથી. તે એ વાતનો પુરાવો છે કે
કલ્યાણકારી યોજનાનો સાચો લાભ ત્યારે સાકાર થાય છે, જ્યારે તે જરૂરિયાતમંદ વ્યક્તિના જીવનને સ્પર્શે
છે.
વૃદ્ધાવસ્થામાં શરીરની ગતિ ધીમી પડી શકે પરંતુ સન્માન સાથે અને આત્મવિશ્વાસથી જીવવાની ઈચ્છા
ક્યારેય વૃદ્ધ થતી નથી. વિમળાબેનને મળેલી વ્હીલચેર અને કાનનું મશીન આ જ ઈચ્છાને નવી શક્તિ
આપી રહ્યા છે.
મોરચંદના કાર્યક્રમમાં મળેલી આ સહાય સાથે વિમળાબેનના જીવનમાં માત્ર બે સાધનો ઉમેરાયા નથી -એક
તરફ ગતિ મળી છે અને બીજી તરફ સંવાદની શક્તિ. અને આ બંને સાથે તેમના ચહેરા પર ફરી એકવાર
આશાનું સ્મિત ખીલ્યું છે.

Recent Comments