અમરેલી

સાવરકુંડલા તાલુકાના ૭૭ ગામો માટે મહેસૂલી તલાટીઓનું નવું સમયપત્રક જાહેર

મહેસૂલી તલાટીઓ દર સોમવાર અને બુધવારે પોતાના નિયમિત સેજા હેઠળના ગામોમાંજ્યારે મંગળવાર અને શુક્રવારે ચાર્જ હેઠળના સેજાના ગામોમાં ફરજ પર હાજર રહેશે

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ તથા કલેક્ટરશ્રીઅમરેલીની સૂચના અનુસાર સાવરકુંડલા મામલતદાર કચેરી દ્વારા તાલુકાના ૧૩ સેજા હેઠળ આવતા ૫૬ ગામોમાં ફરજ બજાવતા મહેસૂલી તલાટીઓ માટે હાજરીનું નવું સમયપત્રક (ડ્યુટી ચાર્ટ) જાહેર કરવામાં આવ્યું છે.

આ આયોજન અંતર્ગત સાવરકુંડલા તાલુકાની ૧૯ સેજા હેઠળના કુલ ૭૯ મહેસૂલી ગામોને આવરી લેવામાં આવ્યા છે. તાલુકામાં સમાવિષ્ટ ગામોમાં મહેસૂલી તલાટીઓની ઉપલબ્ધતા અને કામગીરી સુનિશ્ચિત થાય તે રીતે ફરજનું આયોજન કરવામાં આવ્યું છે.

નાગરિકોને પોતાના ગામને લગતી મહેસૂલી કામગીરી માટે સંબંધિત મહેસૂલી તલાટીની ઉપલબ્ધતા અંગે અગાઉથી સ્પષ્ટતા રહે તેમજ સરકારી મહેસૂલી કામગીરીનો અસરકારક અને સમયબદ્ધ નિકાલ થઈ શકે તે માટે સેજા અને ગામવાર ફરજનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યાદી મુજબમહેસુલી તલાટીશ્રીઓ સોમવારમંગળવારબુધવાર પોતાના સેજાના ગામોમાં ફરજ બજાવશે જ્યારે ગુરૂવારે મામલતદાર કચેરી સાવરકુંડલા ખાતે ફરજ બજાવશે. જ્યારે શુક્રવારે અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી બજાવશે. આ ઉપરાંત સાવરકુંડલા સાવર-સામાપાદર (સીટી તલાટી) અને સીટી તલાટી કુંડલાસીટી તલાટી -૨ એમ કુલ ૦૩ મેહસુલી તલાટી તમામ દિવસે મામલતદાર કચેરીસાવરકુંડલા ખાતે ફરજ બજાવશે તેમ મામલતદારશ્રી સાવરકુંડલાએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts