બાપા સીતારામ વિદ્યામંદિર બગદાણા ખાતે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ગણેશ ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે ભગવાન શ્રી ગણેશજીને વિવિધ વાનગીઓનો અન્નકૂટ ભોગ ધરાવવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ તથા શાળા દ્વારા તૈયાર કરાયેલી વિવિધ મીઠાઈઓ અને વાનગીઓનો 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા
મહાઆરતી કરીને મહાઆરતી બાદ તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું.
બાળકોમાં આપણી ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક મૂલ્યો અને એકતાની ભાવના કેળવાય તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું.














Recent Comments