અમરેલી

“અઠેગઠે ચાલતી વ્યવસ્થા કોનું કોના ઉપર નિયત્રંણ” સ્વાયત એજન્સી સરકાર ના ઇસારે કામ કરે છે સરકાર ઉદ્યોગપતિ ઓના ભરોસે નિર્ણયો કરે છે

ભારત વર્ષ ના મોર્ય વંશ ના લોકપ્રિય રાજવી સમ્રાટ અશોક નિર્મિત અશોક સ્તંભ ધર્મચક્ર માં સત્ય મેવ જયતે નો ઉપદેશ છે અંતે વિજય સત્ય નોજ થાય છે 

સૌનો ઉત્કર્ષ સૌનો વિકાસ ઉત્તમ સમાજ રચના નું નિર્માણ કરે બંધારણ ની ભાવના એજ છે ત્રગ્વેદ “ઓમ સહનાવવતુ સહનૌ ભૂનકતુ સહવીર્યમ કરવાવહૈ તેજસ્વિનાવધિ તમસ્તું માં વિદ્દીશાવહૈ ઓમ શાંતિ શાંતિ” સમગ્ર વિશ્વ ને પરિવાર સમજી સૌ સંપ થી સાથે રહે દેશ માં નીતિ નિર્ધારકો નવી નીતિ ઓ બનાવે તેનો વ્યાપક વિરોધ ઉઠે ત્યારે નીતિ નિર્ધારકો એ વિરોધ ને સાંભળવો જોઈએ તેનું દરેક વિરોધ નું દમન યોગ્ય નથી મોટા ભાગ નીતિ ઓને  સર્વગ્રાહી નીતિ બનવી જોઈએ દરેક વાત નો વિરોધ વ્યાજબી નથી નિયમ નાનો હોય કે મોટો સામાન્ય હોય કે અસામાન્ય  એક વખત તો તે જીવન માં શુભ અને મંગલ બેઉ તત્વો નું શુભગ દર્શન કરાવી જાય છે કે માનવી નું જીવન ધન્ય બની જાય જીવન માં નિયમો ને નકરશો નહીં વ્રત ને વેઠી ને ચાલનાર અવશ્ય સુખી થાય છે 

અઠેગઠે ચાલતી ભરોસા ની સરકાર જનપ્રતિનિધિ ઓની ખરીદી કરી ને પણ અનેક રાજ્યો માં સરકારો બનાવી ચલાવાય છે અને  અબજો ના ખર્ચ  કરી ને વિકાસ નો  પ્રચાર કરવો પડે એવો અદ્રશ્ય વિકાસ કરાય છે ગ્રામીણ બેરોજગારી ને  વિકાસ ની તક નો અભાવ સાચી માહિતી છુપાવી લેબર ને પ્રોત્સાહન જેવી ભ્રામક નીતિ રોજગારી ના સર્જન માટે ટ્રેડ યુનિયન એક્ટ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પયુંટ એક્ટ અને ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લોયમેન્ટ એક્ટ જેવા ત્રણ કાયદા ભેગા કરી મજુર કલ્યાણ ની વાત એ “ઘી અને ધાસલેટ ભેગું કર્યા જેવું” કહેવાય આઝાદી ના 80 વર્ષે ડેમેજ કન્ટ્રોલ માટે નક્કર આયોજનો નથી કરી શક્યા તેનું કારણ શું? એક ટીપુંય પાણી વ્યર્થ ન જાય એવી યોજના બનાવી શક્યા ખરા  ? હજારો હાથ ને હુન્નર કૌશલ્ય આપતી ઉદ્યોગ વ્યવસ્થા ખરી?

અહીં તો ભાષા સંસ્કૃતિ જાતિ ધર્મ ના નામે સંધર્ષ એકબીજા ને નીચા દેખાડવા ની હોડ

 “તેરા મેરા ક્યાં કહેતે હો ધરતી સબકી એક હૈ જાતપાત પે ક્યાં કહેતા હૈ ઈશ્વર સબકા એક હૈ રામ રહીમ એક હૈ સભી કા ઢગ એક હૈ બદન કા રંગ કુછ ભી હો લહુ કા રંગ એક હૈ” વિવાદ અંધશ્રદ્ધા નસનસ માં પ્રસરેલી હોય ત્યાં વિવેકવાદ ક્યાંથી પ્રગટે આઝાદી ના 80 વર્ષે વેઠપ્રથા હોય ખરી ? સમતોલ નીતિ નો અભાવ છે દરેક નાગરિક માં રાષ્ટ્ર ભાવના પ્રબળ બને ત્યારે શક્ય બને આજે ધ્યેય પૂર્તિ નો આનંદ છે ? વચન પૂર્તિ ને આપણે સમજી શક્યા છીએ? વચન પ્રત્યે પ્રીતિબદ્ધ નેતા ઓ છે?

“છું હું નિ:શ્વાસ ક્રાંતિ નો  ને મુક્તિ નું રુદન છું પળેપળ ગાઢતર થાતા તિમિરો નું તપોવન છું પ્રજાસત્તાક નો અદનો પ્રજાજન છું”

વ્યવહાર ના નામે તકવાદ આદર્શ ના નામે દંભ બાટલિયા ભગવાન કો અબ મત બાટો ઇન્સાન કો સર્વાગી વિકાસ માટે સામાજિક સોહર્દ ભાતૃપ્રેમ એક્યતા સંયુક્ત મોરચો એક હશે તો ખરો વિકાસ થશે 

અસહમતી નો આવજ લોકશાહી નો સ્તંભ ખેડૂતો ને  ગળાચિપ આપતું બિલ પાણી નિકાલ વિધાયેક અધિનિયમ લાયસન્સ પ્રથા જળ જમીન આધારિત જીવનાર ઉપર ઝુલમ ક્યાં સુધી ? સામુહિક વિકાસ ના સાધનો મુઠી ભર લોકો ના હાથ એ નચાવે એમ નાચવાનું કુદરતી સંશાધનો નું સંચાલન જરૂરી છે પણ તેના હક્ક ઉપર એકાંધિકારવાદ વ્યાજબી તો નથી અનામત પદ્ધતિ અને આદર્શ વહેવાર વચ્ચે વિશાળ અંતર નહિતર કછડાયેલ બહીંષ્કૃતો 80 વર્ષ પછી પછાત પણું ક્યાં થી હોય ? આર્થિક સામાજિક ઉન્નત થયા ન હોય? આજે દેશ માં રાષ્ટ્રીય એકાત્મા છે? વિપક્ષો ને દેશ વિરોધી ગણી લેવાના? વિરોધી ઓને વીણી વીણી પાડી દેવાની વૃત્તિ સત્તા નો આધાર શો હોવો જોઈએ પેસા જાતિ ધર્મ કોમ? આતે કેવું રાજકારણ ? આજે નથી બળતા મંદિર નથી બળતી મસ્જિદ નથી રડતા મુલ્લા નથી રડતા પંડિત બધે એક ઇન્સાનિયત રડતી સુરત રાષ્ટ્રીયવાદ ને ટકાવવો જરૂરી છે દેશ કા નેતા કૈસા હો સરદાર પટેલ જેસા હો ત્વરિત નિર્ણય શક્તિ હાજર જવાબી મહા મુત્સદી જેવા ગુણ સંપન્ન નેતા ઓ ક્યાં? આજે સરકારી નીતિ ઓ સામે ભારે અસંતોષ સરકારી મિશનરી ઓ વિશ્વષનીયતા ગુમાવી રહી છે દેશ ભર ના અનેક રાજ્યો માં વ્યાપક વિરોધ ઉઠી રહ્યો છે છતાં સત્તાનશીત મહાન? અત્યારે અઠેગઠે ચાલતી વ્યવસ્થા ચાલે છે કોનું કોના ઉપર નિયત્રંણ છે? સ્વાયત એજન્સી સરકાર ના ઇસારે કામ કરે છે સરકાર ઉદ્યોગપતિ ઓના ભરોસે નિર્ણયો કરે છે ન્યાયપાલિકા વારંવાર નીતિ બદલી દેતા નીતિ નિર્ધારકો ના ભરોસે ચાલે છે આને તો કહેવાય ભરોસા ની સરકાર એકબીજા ના ભરોસે ચાલે

Related Posts