અમરેલી

બધું કામ ઓનલાઈન મશીન થી થતું હોય તો પગાર કેમ? બેંકો નાણાંનિયમન ને બદલે વીમા ની દુકાનો બની ગઈ વર્ષ માં માંડ 200 દિવસ કામ કરતી બેંકો હવે પાંચ દિવસ કરવાની ?

દામનગર નાણાં નિયમન કરતી વ્યવસ્થા 5 દિવસ બંધ  બેંકો નું  કામ 0 અને નખરા 100 રાષ્ટ્રીય કૃત બેંકો ખાનગી બેંકો સતત પાંચ દિવસ બંધ SBI, BOB એ મેસેજ કર્યો  અમે રજા છીએ  કામ કોણ કરે છે ? ગ્રાહક !

આજે બેંક માં જાવ તો શું કામ બેંક વાળા કરે છે ?

પૈસા ઉપાડવા – ATM માં જાતે પૈસા જમા કરવા  Cash Deposit મશીન માં જાતે પાસબુક પ્રિન્ટ – મશીન માં જાતે ચેક બુક માંગવી Online માંગો ચેક જમા કરવો – Drop Box માં નાખો એટલે બધું કામ મશીન અને ગ્રાહકે કરવાનું, તો પછી અંદર બેઠેલા સ્ટાફ ને શેના માટે પગાર આપીએ છીએ ? SBI  બેંક મેનેજર ને 165000 SBI ડેપ્યુટી મેનેજર ને 95000 SBI ક્લાર્ક ને  40000 SBI ચપરશી 18000 બેંક માં જાવ એટલે કર્મસતું કૌશલ્યમ ગ્રાહકો ની કુશળતાજ ધર્મ નું સૂત્ર હોય અંગ્રેજી ના લખ્યું હોય મે યુ હેલ્પ હું તમારી શું મદદ કરી શું? પછી જ્યાં કામ માટે ઉભા રહો ત્યાં થી ત્રણ નંબર પર જાવ ચાર નંબર ઉપર જાવ અંતે જવાબ માં એકાઉન્ટ ડોરબેટ થયું હોય હવે કહેવાસી ફોમ ભરી આપો બેંક બહાર ફોમ ભરાવી આપો એટલ રીસેસ પડી જાયઃ બેંક હવે તો અંદર શું વેચે છે ?  વીમા ! આજે બેંક એ બેંક નથી રહી, વીમા કંપની ની દુકાન બની ગઈ છે.

કોઈ ખાતેદાર જાય એટલે FD નહીં, પણ પહેલા કહેશે “એક સરસ LIC, એક હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લો.” SBI લાઈફ પોલિસી લેવા આગ્રહ કરે  લોકો ના પૈસા સાચવવા નું કામ છોડી ને વીમા નું ટાર્ગેટ પૂરું કરવામાંથી ઊંચા જ નથી આવતા, અને ઉપર થી 5 દિવસ ની માંગણી કરે છે. હિસાબ તો જુઓ: 365 માંથી 104 શનિ-રવિ ગયા, 30 જાહેર રજા ગઈ, બચ્યા 230 દિવસ. હવે બધા શનિવાર બંધ કરો તો બેંક વર્ષ માં માંડ 200 દિવસ ખુલ્લી. મતલબ અડધું વર્ષ બંધ ! તકલીફ કોને? આપણને! 

શુક્રવારે મારે લોકર માંથી દીકરી ના લગ્ન માટે દાગીના લાવવા છે, સિસ્ટમ નથી ચાલતી કે સ્ટાફ નથી એમ કહી ને ના પાડી. હવે શનિ-રવિ બેંક બંધ, સોમવારે લગ્ન. હું શું કરું ? અને જો ગુરુવારે જ લાવી ને ઘર માં રાખું અને ચોરી થાય તો જવાબદાર કોણ ?

વેપારી ને શનિવારે પેમેન્ટ કરવું છે, ચેક ક્લિયર નથી થતો. ત્રણ દિવસ સુધી એનું પેમેન્ટ અટકી જાય.

અંતિમ વાત: જો કામ બધું અમારે મશીન થી જ કરવાનું હોય અને તમારે માત્ર વીમા વેચવાના હોય, તો 5 દિવસ શું, તમે 2 દિવસ જ ખોલો ને! પણ પછી પગાર પણ 2 દિવસ નો જ લો. 6 દિવસ કામ નથી કરવું તો VRS લો, ઘરે બેસો. બહાર લાખો યુવાનો 12 કલાક કામ કરવા તૈયાર છે.આ 5 દિવસ નો નિર્ણય જો સરકાર લેશે તો એ મધ્યમ વર્ગ અને વેપારી ની પીઠ માં ખંજર હશે.

Related Posts