હ્યુમન રાઇટ્સ ફેડરેશન (HRF) દ્વારા રાજકોટ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા TRB (ટ્રાફિક રેગ્યુલેશન બ્રિગેડ) જવાનોના હિતમાં અને તેમની કામગીરીને યોગ્ય પ્રોત્સાહન મળે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી નેહલ શુકલ સાહેબને ઈમેલ મારફતે એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.
HRF ના પ્રમુખ મહેન્દ્ર આયલાણી દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે TRB જવાનો રાજકોટ શહેરના વિવિધ માર્ગો, ચાર રસ્તાઓ અને જાહેર સ્થળોએ ટ્રાફિક વ્યવસ્થાપન માટે સતત પોતાની ફરજો નિભાવે છે. શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને નાગરિકોની સલામતી જાળવવામાં તેમનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
HRF દ્વારા મેયરશ્રી સમક્ષ મુખ્ય બે બાબતો અંગે વિનંતી કરવામાં આવી છે:
- કામગીરી અંગે અભિપ્રાય: રાજકોટ શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં TRB જવાનોના યોગદાન અંગે મહાનગરપાલિકાનો અભિપ્રાય જાણવો.
- મફત મુસાફરી પાસની સુવિધા: RMCની સિટી બસોમાં TRB જવાનોને મફત મુસાફરી પાસ અથવા વિશેષ મુસાફરીની સુવિધા આપવા અંગે યોગ્ય નિર્ણય લેવો.
સંસ્થાનું માનવું છે કે આવી સુવિધા ઉપલબ્ધ કરાવવાથી TRB જવાનોને પોતાની ફરજ પર આવવા-જવા માટે મોટી મદદ મળી રહેશે અને તેમની જીવનશૈલીમાં પણ સરળતા રહેશે. સંસ્થાએ આશા વ્યક્ત કરી છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ બાબતે સકારાત્મક વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.


















Recent Comments