પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી એ દેશને આત્મનિર્ભર બનવા સેવેલ સ્વપ્ન-સુચનને દેશના સહકારી ક્ષેત્રએ ઝડપથી પૂર્ણ કરવા સ્વરોજગારના નિર્માણ તરફ દોડ અને દેશના આર્થીક વિકાસમાં સહકારની અગ્રીમ ભૂમિકાથી સમગ્ર વિશ્વ અચંબિત બન્યુ છે. દેશના ગૃહ અને સહકાર મંત્રી અમીતભાઈ શાહ સહકારી પ્રવૃતિને વેગ આપી ખેતિ–ખેડૂતને શસકત અને સમૃધ્ધ બનાવતી અનેકવિધ યોજનાઓ દેશમા લાગુ કરીને નવી ચેતના પ્રસરાવી છે જેનું માધ્યમ પણ ગુજરાત બન્યુ છે તેવા સમયે રાષ્ટ્રિય સહકારી અગ્રણી દિલીપ સંઘાણીને વધુ એક આંતરરાષ્ટ્રિય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવામા પ્રચંડ સફળતા પ્રાપ્ત કરી પનામા ખાતે યોજાયેલ ઈન્ટરનેશનલ કો-ઓપરેટીવ એલાયન્સ (ICA) ના ગ્લોબલ ડિરેકટર તરીકે ચૂંટાઈ આવી દેશની સફળ સહકારી પ્રવૃતિને વૈશ્વિક મંચપર મુકી છે. ગુજકોમાસોલ, ઈફકો બાદ એક વધુ આંતરરાષ્ટ્રિય સહકારી સંસ્થામા સંઘાણી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ઈન્ટરનેશનલ કો-ઓપરેટીવ એલાયન્સ (ICA) એ વૈશ્વિક સહકારી સંગઠન છે જેમા વિવિદ દેશો અને પ્રદેશોની સહકારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે.
પ્રધાનમંત્રી મોદી અને ગૃહ-સહકાર મંત્રી શાહના સાથી દિલીપ સંઘાણીની વૈશ્વિક છલાંગ














Recent Comments