લાઠી ના દુધાળા અનિ સ્વ નાગજીભાઈ ધોળકિયા ની પ્રાર્થના સભા યોજાય સદકર્મો સુગંધી પુષ્પો માફક મહેકી ઉઠે છે તેને પવન ના ધક્કા ની જરૂર નથી
સદગત અનિ નાગજીભાઈ ધોળકિયા સદેહ દેહીક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપે સદાકાળ જીવંત સદપ્રવૃત્તિ ને પ્રોત્સાહન આપતી પુષ્પાજંલી આપતા અઢારેય આલમ ની પ્રાર્થના સભા માં ઉપસ્થિતિ અનિ નાગજીભાઈ ધોળકિયા સરળ સ્વભાવ મિતભાષી પણું તેમની પ્રાર્થના સભા માં સ્પષ્ટ દેખાઈ આવ્યું વ્યક્તિ ના આયુ કરતા વ્યક્તિ ના કર્મો વધુ સમય સુધી જીવંત રહેતા હોય એ સદકર્મો જ તેમને અમર બનાવે છે લાઠી તાલુકા ના નાનકડા એવા આદર્શ દુધાળા ગામ ના રામકૃષ્ણ એક્સપોર્ટ ના ગોવિદભાઈ ધોળકિયા કોઈ ઓળખ ના મહોતાજ નથી તેમના બધુંજન સ્વ નાગજીભાઈ ધોળકિયા ની પ્રાર્થના સભા માં દુરસદુર થી અનેક સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક જીવદયા ક્ષેત્રે કામ કરતી સંસ્થાન ના સૂત્રધારો એવમ જંગમી તીર્થંકર સમા સંતો એ સદગત ની પ્રાર્થના સભા માં પુષ્પાજંલી આપી ધોળકિયા પરિજનો ને સધીયારો આપવા પધારેલ અનેકો એ સાંત્વના સંદેશા પાઠવ્યા હતા સ્વ નાગજીભાઈ ધોળકિયા ના દેહાંવસાન બાદ સદગત ને ગમતી પ્રવૃત્તિ અવિરત રહે તેવા ઉમદા અભિગમે પુત્રરત્ન રાકેશભાઈ ધોળકિયા અને રાહુલભાઈ ધોળકિયા પરીજનો એ સમગ્ર પંથક માં કલ્યાણકારી પ્રવૃત્તિ ઓને પ્રજ્જવલિત રાખવા ઉદાર સખવતો કરી હતી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાનો ને આર્થિક મદદરૂપ નિધિ અર્પણ કરી હતી સમસ્ત માનવ સમાજ માટે ઉમદા ઉદારણ રૂપ ધોળકિયા પરીજનો એ અનિ સ્વજન ને પુષ્પાંજલી અર્પી હતી



















Recent Comments