અમરેલી

અમરેલીને મળી જિલ્લા કક્ષાની અત્યાધુનિક લાઇબ્રેરીની ભેટ

મંત્રી કૌશિકભાઈ વેકરિયાના પ્રયાસોથી ૧૫.૨૬ કરોડના ખર્ચે મેડીકલ કોલેજની સામે જિલ્લા કક્ષાના પુસ્તકાલયનું બાંધકામ શરૂ થશે.

અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓ, યુવાનો, સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો, સંશોધકો અને વાંચનપ્રેમી નાગરિકો માટે અત્યંત ગૌરવ અને આનંદના સમાચાર છે. અમરેલી ખાતે આશરે 5000 ચો.મી. વિસ્તારમાં ૧૫.૨૬ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ નવા સરકારી જિલ્લા પુસ્તકાલને તા.૨૦/૦૬/૨૦૨૬ ના રોજ વર્કઓર્ડર આપવામા આવેલ છે. જેથી હવે બિલ્ડિંગ નિર્માણનુ કામ શરૂ થશે.

અગાઉ નાગનાથ મંદીર પાસે કાર્યરત જિલ્લા પુસ્તકાલયમાં જગ્યાની સંકળાશ હતી તથા પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ નહોતી. વિસ્તારના લોકો લાંબા સમયથી આધુનિક પુસ્તકાલયની જરૂરિયાત અનુભવતા હતા. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જરૂરી સંદર્ભ ગ્રંથો, ડિજિટલ સંસાધનો અને અભ્યાસ માટેનું અનુકૂળ વાતાવરણ એક જ સ્થળે ઉપલબ્ધ થાય તેવી લોકલાગણી હતી.. આ લોકલાગણીને વાચા આપતા મંત્રી કૌશિકભાઇ વેકરીયાએ અમરેલીને એક સ્ટેટ ઓફ ધી આર્ટ, એ/સી પુસ્તકાલય મળે, અને દિવ્યાંગો, મહિલા, વરિષ્ઠ નાગરિકો, અને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા યુવાનો એમ તમામ વર્ગોને પુરતી સુવિધાઓ મળે, એ વિઝન સાથે સરકારમાં સતત રજૂઆતો કરી, સરકારના બજેટમાં નવીન લાઇબ્રેરી મંજૂર કરાવી, જમીન ઉપલબ્ધ કરાવી, અને આજે તા.૨૦/૦૬/૨૦૨૬ના રોજ આ બિલ્ડિંગના નિર્માણકાર્ય માટે સરકારમાંથી હુકમ થયો છે.

અમરેલીના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના દુરંદેશી નેતૃત્વ, સતત પ્રયત્નો અને શિક્ષણ તથા યુવા વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાના પરિણામે આ મહત્વાકાંક્ષી પ્રકલ્પને સાકાર સ્વરૂપ

મળવા જઈ રહ્યું છે. જુની લાઇબ્રેરીને મહિલા ગ્રંથાલય તરીકે વિકસાવવાનું નક્કિ કરી, મેડિકલ કોલેજની સામે અમરેલીની મધ્યમાં ૫૦૦૦ ચો.મી. જેટલા વિશાળ વિસ્તારમાં આ આધુનીક પુસ્તકાલય આકાર પામવા જઇ રહ્યુ છે. આ પુસ્તકાલયની સુવિધાઓની વાત કરીએ તો કુલ ત્રણ માળ હશે. જેમાં સ્ટેક રૂમ, કોન્ફરન્સ/સીનીયર સીટીઝન રૂમ, મહિલા વાંચન રૂમ, વરિષ્ઠ નાગરીક રૂમ, સ્ટોર રૂમ, પુરુષ-સ્ત્રી અને વિકલાંગ શૌચાલય અને લિફ્ટ, જનરલ રીડીંગ રૂમ, અને ડીઝિટલ લેબ અને બહેતુક હોલ હશે. આમ કુલ ૬૪૦થી વધુ લોકોની ક્ષમતા સાથોસાથ ૫૦,૦૦૦ થી વધુ પુસ્તકો રખવાની ક્ષમતા અને ડિઝિટલ અને કોમ્પ્યુટરથી સજ્જ એક આધુનિક લાઇબ્રેરી २हेशे.

રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, “પુસ્તકાલય માત્ર પુસ્તકોનો સંગ્રહ નથી, પરંતુ સમાજના ભવિષ્યનું ઘડતર કરતું જ્ઞાનમંદિર છે. અમરેલીનો કોઈપણ વિદ્યાર્થી માત્ર સંસાધનોના અભાવે પોતાના સપનાઓથી વંચિત ન રહે, તે માટે રાજ્ય સરકાર સતત પ્રતિબદ્ધ છે. આ આધુનિક જિલ્લા પુસ્તકાલય હજારો યુવાનોને જ્ઞાન, માર્ગદર્શન અને આત્મવિશ્વાસ આપશે. શિક્ષણ અને જ્ઞાનમાં થયેલું રોકાણ જ સમાજના દીર્ઘકાલીન વિકાસનું સૌથી મજબૂત સાધન છે.”

Related Posts