અમરેલી

બ્રહ્મસેના સાવરકુંડલાના શ્રી શક્તિ નવરાત્રી મહોત્સવને સફળતાનાં 15 વર્ષ

સાવરકુંડલા: બ્રહ્મસેના સાવરકુંડલા દ્વારા છેલ્લા 15 વર્ષથી સતત આયોજિત શ્રી શક્તિ નવરાત્રી મહોત્સવ સમસ્ત બ્રહ્મસમાજની એકતા, સંસ્કૃતિ અને સંગઠનનું પ્રતીક બની રહ્યો છે. બ્રહ્મસેનાના અથાગ પ્રયાસો અને બ્રહ્મ પરિવારના સહયોગથી વર્ષમાં એક જ વાર દાન એકત્રિત કરીને માત્ર બ્રહ્મસમાજ પરિવાર માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

મહોત્સવનો દીપ પ્રાગટ્ય અમરેલી જિલ્લા બ્રહ્મસમાજનાં મહિલા મહામંત્રી અલ્પાબેન જોશી તથા મંત્રીશ્રીઓ નેહાબેન દવે અને ભાવનાબેન વ્યાસના હસ્તે કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઉત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખશ્રી મુકેશભાઈ ત્રિવેદી તથા ટ્રસ્ટી મંડળ દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી. આરતી બાદ ખેલૈયાઓએ DJના તાલે મન મૂકીને રાસ-ગરબાનો આનંદ માણ્યો હતો.

આ ભવ્ય આયોજનને સફળ બનાવવા બ્રહ્મસેનાના પ્રમુખશ્રી વિશ્વાસભાઈ દવે, ઉપપ્રમુખશ્રી જીગ્નેશભાઈ ભરાડ, કન્વીનરશ્રી તુષારભાઈ અધ્વર્યુ, માર્ગદર્શકશ્રી કિરીટભાઈ મહેતા તથા સમગ્ર બ્રહ્મસેના ટીમે જહેમત ઉઠાવી છે.

છેલ્લાં 15 વર્ષથી સતત યોજાતો આ મહોત્સવ બ્રહ્મસમાજના ભાઈચારા, સંસ્કાર અને એકતાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. માતાજીના આશીર્વાદ બ્રહ્મસેનો પરિશ્રમ અને બ્રહ્મ પરિવારના સહયોગથી સફળતાની નવી ઊંચાઈઓ સર કરતો આ મહોત્સવ ખરેખર અભિનંદનને પાત્ર છે. સમગ્ર આયોજક ટીમ, ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ અને સહયોગીઓને હાર્દિક અભિનંદન.

Related Posts