અમરેલી

પોલીસ અને પત્રકારો વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો દુરુપયોગ કરનારા તત્ત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા પત્રકારોની ઉગ્ર માંગ

અમરેલી પોલીસ અને અમરેલી પત્રકારો વચ્ચે ગેરસમજ ઉભી કરવા AI ના માધ્યમથી કરાતા કરતુતો સામે તપાસ કરી પગલા ભરવા માંગ કરવામાં આવી છે. થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયામાં પગકાર ઉપર આધારભુત વિનાના આક્ષેપો સાથે લોકોને અને તંત્રને ગેરમાર્ગે દોરવા વાપરલ થયેલી એક પોસ્ટના કારણે લોકોમાં અનેક પ્રશ્નો ઉઠયા છે. પત્રકારો અને પોલીસ તંત્ર વચ્ચે ગેરસમજ ઊભી થાય તેવું કૃત્ય કરવામાં આવ્યું છે. આ પ્રકારની પોસ્ટથી પત્રકારો અને પોલીસ વચ્ચેના વિશ્વાસ અને તટસ્થતાને નુકસાન થવાની દહેશત વચ્ચે આ બનાવ અંગે ગંભીરતા દાખવવાની જરૂરીયાત છે. આવું કૃત્ય કરનારનો હેતુ શું હોઈ શકે ? શું સિધ્ધ કરવા માંગે છે? તેવા અનેક સવાલોનો ઉકેલ જરૂરી બન્યો છે. આ મામલે યોગ્ય તપાસ કરી જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ દ્વારા આવી રીતે ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કરવામાં ન આવે તેવો પ્રબંધ કરવા પણ પત્રકારોની માંગણી છે. વાયરલ પોસ્ટ બનાવનાર તથા જવાબદાર વ્યક્તિની ઓળખ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરવા અને પુરાવા તથા કાયદાકીય જોગવાઈઓના આધારે FIR નોંધવા અને કડક પગલા લેવા અમારી માંગણી છે.

Related Posts