અમરેલી

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સાવરકુંડલા તાલુકામાં ૮.૫૫ કરોડ ના કામો ની મંજુરી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ આભાર માન્યો

સાવરકુંડલા લીલીયા વિધાનસભા ના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા ના પ્રયાસોથી
સાવરકુંડલા તાલુકાના વિકાસ માટે રૂ ૮.૫૫ કરોડના કામો ની મંજુરી મળી છે.જેમાં બાઢડા –
અભરામપરા રોડ જેમાં સીસી રોડની કામગીરી ૧ કરોડ,આંબરડી- એપ્રોચ રોડ થી પ્રાથમિક
શાળા સુધીનો રોડ જેમાં સી સી રોડ તથા આનુસંગીગ કામગીરી જે ૬૫ લાખના ખર્ચે,,આદસંગ
એપોર્ચ રોડ જેમાં વાઈડીનીગ,સીસી રોડ નું ૪.૨૦ કરોડ ,મોટા ઝીઝુડા-ખોડીયાર પરા જેમાં સી
સી રોડ ૧.૧૦ કરોડ રોડ,વીજપડી -ડેડકડી રોડ જેમાં માઈનોર બ્રીજ,એપ્રોચ રોડ તથા
પ્રોટેક્શન વોલ ૮૦ લાખ ,હિપાવડલી થી સ્મશાન સુધીનો રોડની મંજુરી એપ્રોચ રોડ તથા
પ્રોટેક્શન વોલની કામ રૂ ૮૦ લાખના ખર્ચે બનશે…
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર થયેલાં આ વિકાસકાર્યો સાવરકુંડલા તાલુકાના
ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
સારા માર્ગો ઉપલબ્ધ થવાથી ગ્રામ્ય વિસ્તારોની જોડાણ વ્યવસ્થા સુધરશે અને સ્થાનિક
નાગરિકોની દૈનિક અવરજવર વધુ સુવિધાજનક બનશે.
સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસને પ્રાથમિકતા આપી રૂ. ૮.૫૫ કરોડનાં
વિકાસકાર્યોને મંજૂરી આપવા બદલ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ ગુજરાત રાજ્યના
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા-લીલિયા

વિધાનસભા મતવિસ્તારમાં વિકાસનાં કાર્યોને સતત વેગ મળતો રહેશે અને ગ્રામ્ય વિસ્તારોમાં
પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ બનશે.

Related Posts