ભાવનગર અખિલ ભારતીય શેક્ષીક મહાસંધ નું રાજ્ય ના શિક્ષણમંત્રી ને આવેદનપત્ર રાજ્ય માં સરકારી તથા અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી ભરતી ન થાય ત્યાં સુધી ખાલી પડેલી જગ્યાઓ પર જ્ઞાન સહાયકો તથ ખેલ સહાયકોની નિમણૂંક તાત્કાલિક રીન્યુ કરવા તથા પ્રાથમિક સંવર્ગમાં સુધારા અનુસાર અને સરકારી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ઠરાવમાં સુધારો કરવા રજૂઆત રાજ્યની સરકારી તથા અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી ભરતીના અભાવે શિક્ષકોની મોટી સંખ્યામાં ઘટ રહેલી છે.
ગુજરાત રાજ્યમાં અનેક શાળાઓમાં નિવૃત્તિ, બદલી, પ્રસૂતિ ની લાંબી રજા તથા અન્ય કારણોસર શિક્ષકોની જગ્યાઓ નવા સત્રમાં ખાલી છે. જેની વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર થઈ રહી છે. અનેક શાળાઓમાં શિક્ષક ઘટને કારણે અનેક વિષયો અને વર્ગો સંભાળવાની ફરજ પડે છે, જેના કારણે ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુને નુકસાન પહોંચે છે.
રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના શરૂ કરવામાં આવી હતી, જેના કારણે શિક્ષક ઘટની સમસ્યાને અંશતઃ દૂર કરવામાં સફળતા મળી હતી. હાલ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે હજુ પણ રાજ્યની અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ યથાવત્ છે. જ્ઞાન સહાયકો તથા ખેલ સહાયકને નિમણૂંક આપેલ તેઓને વેકેશન પહેલા છુટા કરી દેવામાં આવ્યા છે. શાળાઓ શરૂ થઈ ગઈ હજુ સુધી તેઓના ઓર્ડર રીન્યુ કરવામાં આવેલ નથી. આને કારણે ખાસ કરીને શહેરી, ગ્રામ્ય, અંતરિયાળ, સરહદી અને દુર્ગમ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને પૂરતું શૈક્ષણિક માર્ગદર્શન મળવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.
શૈક્ષણિક કાર્યને અસર ન થાય તે માટે જ્ઞાન સહાયકો તથા ખેલ સહાયકોની નિમણૂંક શાળાઓ શરૂ થયાના પ્રારંભિક તબક્કામાં જ પૂર્ણ કરવામાં આવે. સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં સુધારેલા ઠરાવ અનુસાર ભરતી કરવામાં આવે તથા ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ના ઠરાવમાં સુધારો કરી સત્વરે ભરતી કરવામાં આવે.
આપશ્રી શિક્ષણ ક્ષેત્રની વાસ્તવિક સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ ધરાવો છો. રાજ્યના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને જ્ઞાન સહાયકો તથા ખેલ સહાયક ના ઓર્ડર રીન્યુ તથા ભરતી અંગે ત્વરિત નિર્ણય લેવામાં આવશે તેવી વિનંતી કરાય છે આવતા ભાવિ નું મીષ્કર્ષ ઘડતર કરતા શિક્ષકો નું આવું શોષણ ક્યારે બંધ થશે અનેક વેધક સવાલો સાથે રાજ્ય ના શિક્ષણ મંત્રી ને અખિલ ભારતીય શિક્ષક સંધ દ્વારા લેખિત આવેદન પત્ર પાઠવી રજુઆત કરાય છે
















Recent Comments