અમરેલી જિલ્લામાં સતત વરસાદ અને જળસંગ્રહમાં થયેલા વધારાને પગલે ઠેબી ડેમનું જળસ્તર નિર્ધારિત સપાટીએ જાળવવા માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમનો એક દરવાજો 0.3 મીટર સુધી ખોલી નિયંત્રિત રીતે પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને નદીના પટ તેમજ કિનારાના વિસ્તારોમાં અવરજવર ટાળવા માટે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર, સિંચાઈ વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતો, પોલીસ અને અન્ય સંબંધિત વિભાગોને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. લોકોને અફવાઓથી દૂર રહી માત્ર સરકારી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
તંત્રએ ખાસ કરીને ખેડૂતો, પશુપાલકો અને નદી કિનારાના ગામોના રહેવાસીઓને સાવચેત રહેવા જણાવ્યું છે. જો વરસાદનું પ્રમાણ વધશે તો ડેમમાંથી પાણી છોડવાની માત્રામાં ફેરફાર થઈ શકે છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું તંત્રએ જણાવ્યું છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.















Recent Comments