ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ તથા અમરેલી
પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ શરીર સંબંધી તથા મિલકત સંબંધી
તથા પ્રોહિબીશન ગુનાઓને લગતી અસામાજીક પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ
પાસા દરખાસ્ત કરી તેઓને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા માટે
સુચના આપવામાં આવેલ હોય,
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા નાઓએ અમરેલી
જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ ઇસમ વિરૂધ્ધ પાસા અંગે દરખાસ્ત
તૈયાર કરી જે પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમરેલી
નાઓ તરફ મોકલી આપવામાં આવેલ હોય,
જે અન્વયે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિકલ્પ ભારદ્રાજ સાહેબનાઓએ
નીચે જણાવેલ ઇસમ વિરૂધ્ધ કરવામાં આવેલ દરખાસ્ત માન્ય રાખેલ. જેથી નીચે
જણાવ્યા મુજબના ઇસમને પાસા વોરંટની બજવણી કરી મહેસાણા જિલ્લા જેલ ખાતે
મોકલી આપવામાં આવેલ.
પાસા મંજુર થયેલ ઇસમઃ-
ચિરાગભાઇ કરમશીભાઇ પરમાર, ઉ.વ.૨૪, રહે.અમરેલી, રોકડીયાપરા,
તા.જિ.અમરેલી.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા
એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. ગીરીરાજસિંહ જાડેજા તથા વુ. હેડ કોન્સ. દયાબેન
જસાણી તથા હેડ કોન્સ. સલીમભાઇ ભટ્ટી, મહેશભાઇ મુંધવા, કિશનભાઇ આસોદરીયા,
રાહુલભાઇ ઢાપા તથા પો.કોન્સ. રમેશભાઇ સીસારા દ્વારા કરવામાં આવેલ છે.















Recent Comments