પૂ.મોરારિબાપુના શ્રી મુખેથી કથાના ક્રમની 979મી કથા કેરળના કોચી ખાતે પ્રારંભ થયો. આ કથાનું નામાભિધાન ‘માનસ મૃત્યુલોક’ કરવામાં આવ્યું.
કથાનું મંગલાચરણ તારીખ 13 જૂન ના રોજ મનોરથી સ્વ રમાબેન જસાણીના પરિવારના આયોજન હેઠળ કરવામાં આવ્યું.સ્વાગત મનોરથ વ્યક્ત કરતાં પરિવારની દીકરીઓએ પોતાનો ભાવ હિન્દી અને ગુજરાતીમાં પ્રસ્તુત કર્યો. તેમાં તેઓએ કહ્યું પૂજ્ય મોરારિબાપુએ રામકથાના માધ્યમથી અમારું અને અમારા પરિવારનું જીવન બદલ્યું છે . તેના પાયામાં તેમના દાદીમાં પૂજ્ય રમાબેન જસાણી છે. કથાના મનોરથી બનાવવા બદલ તેઓએ પૂજ્ય બાપુનો આભાર પ્રગટ કર્યો.
પૂ.મોરારિબાપુએ કથામાંના સંવાદમાં પ્રવેશ કરતા કહ્યું કે અહીં આ કથાનું નામ ‘માનસ મૃત્યુલોક’ આપીએ છીએ.અહીં કથા 42 વર્ષ પહેલાં ગવાઈ હતી અગાઉ સ્વર્ગ અને મૃત્યુ વિશેની કથાઓ પણ ગાઈ સંભળાવાઈ છે. આ ભૂમિ શાંકરીભૂમિ છે કે જ્યાં ભગવાન શંકરાચાર્યનું પ્રાગટ્ય થયું તે કાલડી અહીંથી માત્ર થોડુંક જ દૂર છે.’મંગલ કરની કલી મન હરની’ એટલે કે જે મંગળ કરે છે અને હરી લે છે કલી મન હરની મનમાંથી જેનું હરણ થાય છે. મળ નષ્ટ થાય છે પરંતુ તેનું મૂળ નષ્ટ નથી થતું. મૂળ એટલે નષ્ટ થવું જરૂરી છે કે જ્યાંથી અનિષ્ટોના અંકુરો કરી પ્રફુલ્લિત ન થાય! મૃત્યુ વગર જીવનનો સ્વાદ નથી એટલે મૃત્યુ અનિવાર્ય છે. દરેકે માગવું જોઈએ મૃત્યુ મોક્ષ્યા અમામ્રતા એમ પણ વેદ કહે છે.મૃત્યુથી મહામૃત્યુમાં આપણે પ્રવેશ કરીએ છીએ. માનસ કહે છે નિજ મન મુકુલ સુધારી. પોતાના જીવનને સુધારવાની વાત કરે છે, નહીં કે અન્યને ઉપદેશ આપવાની !બ્રહ્મા બ્રહ્મલોકમાં હોય,વિષ્ણુ વૈકુંઠમાં હોય તો ભગવાન મહાદેવ એ મૃત્યુલોકમાં છે.બાપુએ પાંચ શિખરોનું પણ મહત્વ સ્થાપિત કર્યું જેમાં કૈલાશ, ગિરનાર આબુ, કામદગીરી અને ગોવર્ધનનો સમાવેશ થાય છે.
આજની કથામાં પત્રકાર સૌરભ શાહ,ડો. મનોજ જોશી ડો. ભદ્રાયુ વછરાજાની અને નીતિન વડગામા વગેરે પ્રબુદ્ધ જનોની ઉપસ્થિતિ હતી. કથાના મનોરથી પરિવારના નિલેશભાઈ જસાણી અને સર્વે ખુબ સુંદર વ્યવસ્થા આ પ્રાકૃતિક સ્થળ ઉપર કરી રહ્યા છે.




















Recent Comments