ભાવનગર

ભાવનગર ખાતે જિલ્લા કલેકટર ડૉ.મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ
સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન કલેકટરશ્રીએ વિવિધ પડતર અરજીઓ અને મહત્વપૂર્ણ મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. ખાસ
કરીને વસુલાત અને પેન્શન સંબંધિત કેસોના સમયસર અને અસરકારક નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને વધુ
જવાબદારીપૂર્વક અને સંવેદનશીલ અભિગમ અપનાવવા, નિર્ધારિત સમયમર્યાદામાં કામો પૂર્ણ થાય તેમજ તેની
ગુણવત્તા જળવાઈ રહે તે માટે કલેકટરશ્રીએ અધિકારીઓને સૂચનાઓ આપી હતી. સાથે જ, કાર્યમાં પારદર્શિતા અને
જનહિતને પ્રાથમિકતા આપવા ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
જિલ્લા સેવા સદનના આયોજન ખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, નિવાસી
અધિક કલેકટર શ્રી એન. ડી. ગોવાણી તેમજ વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts