ભાવનગર મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષસ્થાને ‘મિલેટ
એક્સ્પો-૨૦૨૬’ના આયોજન અંગે બેઠક યોજાઈ હતી.
મ્યુનિસિપલ કમિશનરશ્રીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, મિલેટ અંગે ખેડૂતો તેમજ નાગરિકોમાં વ્યાપક
જનજાગૃતિ વધારવાના હેતુસર ભાવનગરના જવાહર મેદાન ખાતે તા.૨૧ અને ૨૨ માર્ચ દરમિયાન દ્વિ-દિવસીય
‘મિલેટ એક્સ્પો-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ એક્સ્પોમાં રાગી, કાંગ, બાજરી સહિતના વિવિધ મિલેટ આધારિત ઉત્પાદનો, લાઈવ ફૂડ સ્ટોલ તેમજ
પ્રાકૃતિક કૃષિ આધારિત નવીન પ્રોડક્ટ્સનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે. આ ઉપરાંત, મિલેટના પોષણમૂલ્ય
અને ઉપયોગિતા અંગે જનજાગૃતિ ફેલાય તે માટે વિવિધ માહિતીપ્રદ પ્રવૃત્તિઓ પણ યોજાશે.
મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સંબંધિત અધિકારીઓને સોંપાયેલી કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય
તે સુનિશ્ચિત કરવા તથા સમગ્ર આયોજન સુચારૂ અને અસરકારક બને તે માટે જરૂરી માર્ગદર્શન અને દિશાનિર્દેશ
આપ્યા હતા.
ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી મહમદ રિઝવાન ઘાંચીએ જણાવ્યું હતું કે, એક્સ્પોમાં મિલેટ તથા
પ્રાકૃતિક કૃષિ આધારિત અંદાજે ૫૦ જેટલાં સ્ટોલ્સ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જે નાગરિકો
માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ બેઠકમાં ડેપ્યુટી કમિશનરશ્રી જયકુમાર રાવળ, નાયબ ખેતી નિયામકશ્રી એસ.બી. વાઘમશી, આત્મા
પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી જે.એન. પરમાર, નાયબ પશુપાલન નિયામકશ્રી તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ
ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments