અમરેલી

દામનગર સાહિત્ય જગત ની શાન મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે મહાનુભવો પધાર્યા

દામનગર શહેર માં સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની શુભેચ્છા મુલાકાતે પધારતા સુરત થી પરમાર્થ ટ્રસ્ટ ના મોભી ભરતભાઈ માંગુકિયા જાણીતા મોટી વેશનલ સ્પીકર પીયૂસ ધાનાણી સહિત ના મહેમાનો એ કલાકો સુધી પુસ્તકાલય નિહાળી આભુભૂત થયા ત્રણ ડિપાર્ટમેન્ટ માં ૨૦૦ જેટલા વિભાગો સ્વચ્છતા સહિત ની વ્યવસ્થા ના પ્રત્યક્ષ દર્શી બન્યા હતા પુસ્તકાલય વિશે રસસ્પદ માહિતી જાણી હતી પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા દામનગર ખાતે સંપૂર્ણ ની શુલ્ક કન્યા છાત્રાલય ના સંસ્થાપક ભરતભાઈ માગુકિયા સહિત પરમાર્થ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓ સહિત સુરત ના સામાજિક સેવા સસ્થાપકો એ ગૌરવંતા જ્ઞાન મંદિર માં પધારતા સંસ્થા ટ્રસ્ટી મંડળ દ્વારા ઉષ્મા ભર્યો સત્કાર કરાયો હતો સૈકા જૂની સાહિત્ય મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના દરેક વિભાગો વ્યવસ્થા શક્તિ થી ખૂબ પ્રભાવિત થતા મહાનુભવો એ સુંદર સંદેશ આપ્યો હતો જ્ઞાન એ આકાશ છે પુસ્તકો ચળકતા તારા ઓ છે દરરોજ એક સતકર્મ કરો ભરતભાઈ માંગુકિયા માતા પિતા ઉજાસ આપશે પણ પુસ્તકો પાંખો આપશે પીયૂસ ધાનાણી મોટીવેશનલ સ્પીકરે સંદેશ આપ્યો હતો

Related Posts