ભાવનગર

જિલ્લા કલેકટર ડૉ. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ

ભાવનગર કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને
જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં કલેકટરશ્રીએ ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવાની સાથે હર ઘર જલ સર્ટિફિકેશન
કામગીરી, બાકી ઓડિટ, પાણી વેરો વસુલાત, શાળા અને આંગણવાડીમાં પીવાના પાણીની સુવિધાઓ, પાણી
ગુણવત્તા ચકાસણી તેમજ FTK દ્વારા ટેસ્ટિંગ પ્રગતિ અહેવાલ અંગે વિગતવાર સમીક્ષા કરી હતી. ઉપરાંત જિલ્લામાં
ઓપરેટરની નિમણૂક, પાણી પુરવઠા સંબંધિત ફરિયાદો તથા તેના નિવારણ તેમજ વાસ્મો અંતર્ગત ચાલી રહેલી
વિવિધ યોજનાઓ અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કલેકટરશ્રીએ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જિલ્લામાં કોઈપણ ગામમાં લોકોને પીવાના પાણીની મુશ્કેલી ન
પડે તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે અને પાણી પુરવઠાની વ્યવસ્થા અસરકારક રીતે જળવાઈ રહે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી
જયશ્રીબેન જરુ, વાસ્મોના યુનિટ મેનેજરશ્રી સહિત સમિતિના અમલીકરણ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts