ભાવનગર

યુવાનો માટે રોજગારીનો અવસર : ૨૧ મેના રોજ શિહોરની શ્રી એલ. ડી. મુની હાઇસ્કૂલ ખાતે ભરતીમેળો યોજાશે

ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૨૧ મે, ૨૦૨૬ના રોજ ગુરુવારના રોજ સવારે ૧૦:૩૦
કલાકે શિહોર ખાતે આવેલી શ્રી એલ. ડી. મુની હાઇસ્કૂલ ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં SSC/HSC/Any Graduate/ITI-Turner, Fitter, Machinist, Welder/B.E.
Mechanical/Diploma/MBA/M.Com જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મશીન ઓપરેટર, એન્જિનિયર,
મિકેનિક, ઓફિસ સ્ટાફ, પ્રોડક્શન સ્ટાફ સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારોએ ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત અને ઇન્ટરવ્યુ માટે પોતાના
રિઝ્યુમની ૫ નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે.
નોકરીદાતા, ખાલી જગ્યાઓ અને જરૂરી લાયકાત અંગેની વિગતવાર માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીની
ટેલીગ્રામ ચેનલ EMPlYOMENT OFFICE- BHAVNAGAR (GOG) ની
ની મુલાકાત લેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે.

Related Posts