દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં ચાલી રહેલા “એક પેડ માં કે નામ” અભિયાનને વધુ વેગ આપવા
તેમજ પર્યાવરણ સંરક્ષણ સાથે ખેડૂતોની આવકમાં વધારો થાય તેવા હેતુથી કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ
(CARD) દ્વારા અમરેલી જિલ્લામાં એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ શરૂ કરવામાં આવી છે.
ઇફકોના ચેરમેન તથા CARDના પ્રમુખ શ્રી દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબક્કામાં અમરેલી જિલ્લાના 100
ખેડૂતોને પ્રતિ ખેડૂત 100 શ્રેષ્ઠ ગુણવત્તાની કેસર આંબાની કલમો વિનામૂલ્યે આપવામાં આવશે. આ રીતે કુલ 10,000 કેસર
આંબાની કલમોનું વિતરણ કરવામાં આવશે.
આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને બાગાયત આધારિત ખેતી તરફ પ્રોત્સાહિત કરવાનો છે, જેથી તેઓ ભવિષ્યમાં સ્થાયી અને
વધારાની આવક મેળવી શકે. આંબાના વૃક્ષોનું વાવેતર વધવાથી પર્યાવરણનું જતન, હરિયાળી ક્રાંતિ નો વિકાસ, કાર્બન શોષણમાં
વધારો અને ભાવિ પેઢી માટે સ્વચ્છ કુદરતી વારસાનું નિર્માણ થશે.
આ યોજના અમરેલી જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મૂકવામાં આવશે. તેના સારા પરિણામોને ધ્યાનમાં રાખીને
આગામી વર્ષોમાં સમગ્ર જિલ્લામાં તેનો વ્યાપ વધારવાનો CARDનો સંકલ્પ છે.
યોજનાનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતોએ સાદા કાગળ પર અરજી, આધાર કાર્ડની નકલ તથા 7/12 અને 8-અના ઉતારાની નકલ સાથે
અરજી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, અમરેલી ખાતે જમા કરાવવાની રહેશે. અરજીઓ “વહેલા તે પહેલા”ના ધોરણે
સ્વીકારવામાં આવશે. પસંદગી પામેલા ખેડૂતોને નિયત નર્સરી અથવા સ્થળેથી કેસર આંબાની કલમો મેળવી પોતાના ખેતરમાં વાવેતર
કરવાનું રહેશે.
આ અંગે CARDના પ્રમુખ શ્રી દિલીપભાઈ સંઘાણી એ જણાવ્યું હતું કે, “વૃક્ષારોપણ માત્ર પર્યાવરણ બચાવવાનો કાર્યક્રમ નથી, પરંતુ
ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ સાથે જોડાય ત્યારે તેનું મહત્વ અનેકગણું વધી જાય છે. કેસર આંબાની કલમોનું વિનામૂલ્યે વિતરણ
ખેડૂતોને બાગાયત ખેતી તરફ પ્રેરિત કરશે અને અમરેલી જિલ્લામાં હરિયાળી સાથે સમૃદ્ધિનું નવું મોડેલ ઉભું કરશે.”ખેડૂતોને આ
લાભ લેવા માટે કાર્ડના અમરેલી જિલ્લાના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ સાવલિયાએ અનુરોધ કર્યો છે.
100 ખેડૂતોને વિનામૂલ્યે કુલ 10,000 કેસરઆંબાની કલમો અપાશે : દિલીપ સંઘાણી


















Recent Comments