અમરેલી

લીલીયા તાલુકાના ભેંસાણ પરા ગામનો વર્ષો જૂનો પીવાના પાણી નો પ્રશ્ન હલ કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઈ દેથળીયા

લીલીયા તાલુકાના ગામના ભેંસાણ પરા વિસ્તારનો વર્ષો જૂનો પીવાનો પાણીનો પ્રશ્ન હતો. આ પરામાં અંદાજિત 50 ઘરોને પીવા ના  પાણી મળતા નહીં અને આ વિસ્તારમાં ફ્લોરાઈટ વિસ્તાર હોવાથી પીવા લાયક પાણી ન હોય જેથી ગામથી દૂર બે કિલો મીટર આ લોકોના પાણી ભરવા જવું પડતું. જેથી આ વિસ્તારના લોકો તાલુકા પ્રમુખ પાસે આ વિસ્તારના લોકો આવ્યા હતા. જેથી તાલુકા પ્રમુખ જગદીશભાઈ દેથળીયા આ બાબતે તાલુકા સંકલન પ્રશ્ન રજૂ કર્તા જેથી પાણી પુરવઠા અને વાસ્મો ના અધિકારીઓ આ પ્રશ્ન સાંભળતા ટૂંક સમયમાં નવી લાઇન નાખી અને પાણી નો સંપ કરવા ની જવાબદારી અઘિકારી આપેલ જેથી ટૂંક સમયમાં આ વિસ્તારના લોકોને પાણી મળશે જેથી વર્ષો જૂનો પાણી પ્રશ્ન હલ કરાવતા લીલીયા તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઈ દેથળીયા.

Related Posts