અમરેલી : રક્ષાબંધન પર્વ નિમિત્તે અમરેલી નગરપાલિકાના તમામ સભ્ય તથા કર્મચારીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર બ્રહ્માકુમારી બહેનો દ્વારા નગરપાલિકાના સભ્ય તથા કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે બ્રહ્માકુમારી બહેનોએ સભ્ય તથા કર્મચારીઓને રાખડી બાંધી ભાઈ-બહેનના પવિત્ર સંબંધ સાથે પ્રેમ, પવિત્રતા અને સારા કર્મોનો સંકલ્પ લેવા માટે પ્રેરણા આપી હતી. સાથે જ વ્યસનના દુષ્પ્રભાવોથી દૂર રહી વ્યસનમુક્ત અને સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
બ્રહ્માકુમારી બહેનોએ વ્યસનમુક્ત જીવન, સદગુણોનો વિજય, સંસ્કાર-શાંતિ અને સકારાત્મક જીવનશૈલી તેમજ આંતરિક શક્તિ દ્વારા સફળતા અને સુખનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે સૌએ પ્રેમ, પવિત્રતા અને સારા કર્મોનો સંકલ્પ લઈ ઉત્તમ સમાજના નિર્માણમાં સહભાગી બનવાનો સંદેશ આપ્યો હતો.

















Recent Comments