ભાવનગર જિલ્લામાં આવેલ સેન્સેટીવ ઝોન અથવા વાઈટલ ઈન્સ્ટોલેશનો જેવા કે, આઈ.ઓ.સી.-એલ.પી.જી. રીફીલીંગ બોટલીંગ
પ્લાન્ટ તગડી, નવું ફિલ્ટર- જુનું ફિલ્ટર ભાવનગર, મોબાઈલ ટેલીફોન એક્ષચેન્જ, રેલ્વે સ્ટેશન વર્કશોપ ભાવનગર, ટેલીફોન
એક્ષચેન્જ પાનવાડી ભાવનગર, જેટકો સબ સ્ટેશન ભાવનગર, ભાવનગર એરપોર્ટ, ટી.વી. રીલે સેન્ટર ભાવનગર, સ્ટીલ જેટી
નવા બંદર, ફુડ ગોડાઉન જુના બંદર, આઈ.ઓ.સી.ડેપો જુના બંદર, હેડ પોસ્ટ ઓફીસ ભાવનગર, ટ્રાન્સમીશન સ્ટેશન ચાવડી ગેટ,
જેટકો સબ સ્ટેશન વરતેજ, ઘોઘા બંદર, શીપ બ્રેકીંગ યાર્ડ અલંગ, ટેલીફોન એક્ષચેન્જ તળાજા, જેટકો સબ સ્ટેશન તળાજા, જેટકો
સબ સ્ટેશન નેસવડ, મહુવા બંદર, ટેલીફોન એક્ષચેન્જ પાલીતાણા, જેટકો સબ સ્ટેશન પાલીતાણા, શેત્રુંજી ડેમ,સેન્ટ્રલ સોલ્ટ
ભાવનગર વગેરે સંસ્થાનોને રેડ/યલો ઝોનમાં ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયની એસ.ઓ.પી.મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યાં
છે. જેમાં ભાવનગર જિલ્લામાં કુલ -૨૬ સ્થળોને રેડ/યેલો ઝોનમાં મુકવામાં આવ્યાં છે.
ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ મળેલ અધિકારની રૂઈએ ભાવનગર UAV (Unmanned Aerial Vehicle)
કે જેમાં રીમોટ કંટ્રોલ સંચાલીત કેમેરા લગાડેલા ડ્રોન અથવા એરિયલ મીસાઈલ, હેલિકોપ્ટર, રિમોટ કંટ્રોલ માઈક્રોલાઈટ એરક્રાફ્ટ
કે પેરાગ્લાઈડર ચલાવનાર સંચાલક કે જેઓ પોતાના અંગત વ્યવસાય માટે રાખતા હોય છે તેઓએ આ UAV(Unmanned Aerial
Vehicle)ની સંપુર્ણ માહિતી જેવી કે મોડલ નંબર, વજન, ક્ષમતાની વિગતો સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવા
તેમજ નેનો ડ્રોન એટલે કે ૨૫૦ ગ્રામ અથવા ૨૫૦ ગ્રામ કરતા ઓછા વજનના ડ્રોન સિવાયના UAV (Unmanned Aerial
Vehicle)નો ઉપયોગ કરતા પહેલા ચોવીસ કલાક અગાઉ જે વિસ્તારમાં ઉપયોગ કરવાનો છે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના
થાણા ઈન્ચાર્જને અને જો ડ્રોન કે અન્ય UAV (Unmanned Aerial Vehicle) સંસાધન કોઈને ભાડે આપવામાં આવે તો ભાડે
આપવાના ચોવીસ કલાક અગાઉ નજીકના પોલીસ સ્ટેશનના થાણા ઈન્ચાર્જને તેની જાણ કરવા ફરમાવ્યું છે તેમજ નિયત
કરાયેલાં સ્થળો/વિસ્તારના બે કિલોમીટરના પરિઘમાં ” નો UAV(Unmanned Aerial Vehicle) ફલાય ઝોન” જાહેર કરાયાં છે.
આ જાહેરનામું તા.૩૧/૦૮/૨૦૨૬ થી તા.૨૯/૧૦/૨૦૨૬ દિન-૬૦ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર
ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના
અધિકારીશ્રીને અધિકાર રહેશે.
ભાવનગર જિલ્લામાં ૨૬ જેટલા સેન્સિટિવ ઝોન તથા વાઈટલ ઈન્સ્ટોલેશન ખાતે પરવાનગી વિના ડ્રોન ઉડાવવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનો પ્રતિબંધ















Recent Comments