ભાવનગર

ભાવનગર શહેરમાં સી.એ.-૨૦૨૬ પરીક્ષા સંદર્ભે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું પ્રસિદ્ધ

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા આગામી તા.૦૧/૦૯/૨૦૨૬ થી તા.૧૨/૦૯/૨૦૨૬ ના રોજ બપોરે ૧૨:૦૦
થી સાંજના ૦૬:૦૦ કલાક દરમિયાન સી.એ.ની પરીક્ષા ભાવનગર શહેરમાં અમર જ્યોતિ સરસ્વતી ઈન્ટરનેશનલ
સ્કૂલ કેન્દ્ર ખાતે લેવાનાર છે.
આ પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે
તેમજ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાઈ રહે તે માટે જાહેર હિતમાં ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી
એન.ડી.ગોવાણીએ મળેલ અધિકારની રૂઈએ સી.એ.-૨૦૨૬ની પરીક્ષા માટે તા.૦૧/૦૯/૨૦૨૬ થી
તા.૧૨/૦૯/૨૦૨૬ સુધી પરીક્ષા સમય દરમિયાન અમરજ્યોતિ સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલ, શાંતીનગર,
કાળીયાબીડ, ભાવનગર પરીક્ષા કેન્દ્ર ખાતે કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.
જાહેરનામાં અનુસાર, (૧) પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનરનાં વ્યવસાય સાથે
સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ, સ્કેનર તેમજ ફેક્સ મશીનના ઉપયોગ પર.
(૨) પરીક્ષા કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોના
ઉપયોગ પર.
(૩) પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા કે તેના ઉપયોગ પર.
(૪) પરીક્ષા કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર.તેમજ (૫) પરીક્ષા
કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઈ અનઅધિકૃત વ્યક્તિએ પરીક્ષા કેન્દ્રમાં
પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામું નિયત કરાયેલાં પરીક્ષા કેન્દ્રો ઉપરાંત જો નવા પરીક્ષા કેન્દ્રો જાહેર થશે તો તેને પણ લાગુ પડશે.
જેને પરીક્ષા દરમ્યાન સોંપાયેલી ફરજનાં ભાગરૂપે/ કામગીરી અર્થે જરૂરી હોય અથવા સક્ષમ કક્ષાએથી એવું
ફરમાવેલ હોય તેમને આ જાહેરનામામાં જણાવેલ ક્રમ નં.૩ અને ૪ ના પ્રતિબંધો લાગુ પડશે નહિ.
જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ સજા થશે.
“જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા તથા ફોજદારી કામ માંડવા માટે હેડકોન્સ્ટેબલથી નીચેના
ન હોય તેવા અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યાં છે.”

Related Posts