ભાવનગર

ભાવનગર જિલ્લામાં પીસી-પીએનડીટી હેઠળ નોંધાયેલા તમામ ક્લિનિકમાં સીસીટીવી ફરજિયાત રાખવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી. ગોવાણીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓ
હેઠળ મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી-કન્સેપ્શન
એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક અધિનિયમ હેઠળ નોંધાયેલા તમામ ક્લિનિકમાં સીસીટીવી કેમેરા ફરજિયાત
લગાવવા અને તેનો ડેટા ત્રણ માસ સુધી સુરક્ષિત રાખવાનો આદેશ કર્યો છે.
આ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે. જાહેરનામાના અમલીકરણની
જવાબદારી જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી (PCPNDT) તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત,
ભાવનગરને સોંપવામાં આવી છે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં
આવશે. તેમજ જાહેરનામાના ભંગ અંગે ફરિયાદ નોંધાવવા માટે જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી (PCPNDT) અને મુખ્ય
જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, ભાવનગરને અધિકૃત કરવામાં આવ્યાં છે.

Related Posts