અમરેલી

અમરેલીમાં સાયબર ફ્રોડના ગુન્હાને અંજામ આપી નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી અમરેલી સીટી પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઈ.જી.પી. આર.વી.અસારી નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા સાયબર ફોડ સંબંધી ગુન્હા જેમાં સાયબર ફોડના રૂપીયા ભાડાના એકાઉન્ટ ગોતી અને કમીશન આપતા મ્યુલ એકાઉન્ટના ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપી પકડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ મ્યુલ એકાઉન્ટ સંબંધી ગુન્હાઓમાં આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તથા અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ નાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આપેલ હોય.
જે અન્વયે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.ઝાલા ના સીધા માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશન ટીમ દ્વારા ચોક્કસ બાતમી હકીકત તથા ટેકનીકલ સોર્સની મદદથી અમરેલી સીટી પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૫૧૧૫૪/૨૦૨૫ બી.એન.એસ.ની ક.૩૧૭(૨),૩૧૭(૪) મુજબના ગુન્હાના કામના આરોપીએ પોતાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના કુલ રૂ.૫,૦૦,૦૦૦/- RTGS, NEFT,IMPS થી સાયબર ફ્રોડના રૂપીયા જમા કરાવી પોતે ઓપરેટ કરતા બેંક ખાતામાં મેળવી સદર ખાતામાંથી રૂપીયા સગેવગે કરી ગુન્હા કર્યા વિ.બાબત જે અંગે ઉપરોકત ગુન્હો રજી. થયેલ. હોય જે ગુન્હાના કામે આરોપી પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતો ફરતો હોય આજરોજ આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ સ્ટેશન ટીમ.

પકડાયેલ આરોપીની વિગતઃ-

રોહિતભાઈ દેવરાજભાઈ ધાનાણી ઉ.વ.૩૮ ધંધો.કમીશન એજન્ટ રહે.હાલ.મકાન

નં.૧૨૭, વિભાગ.બી,તુલસીદર્શન સોસાયટીયોગીચોક,પુણાગામ,સુરત શહેર મુળ વતન.મોટી વાવડી સરદારનગર, હાઇસ્કુલની બાજુમાં તા.ગારીયાધાર જી.ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

એક Samsung કંપનીનો GALAXY A55 મોડેલનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/-

*કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ*:-

*આ કામગીરી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.ઝાલા તથા પોલીસ સબ ઇન્સ. જે.બી.ત્રીવેદી સાહેબ તથા સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. રમેશભાઈ માલકિયા તથા હેડ કોન્સ.રોહીતભાઇ દેગામા તથા વરજાંગભાઈ મુળીયાસીયા તથા પો.કો.ધર્મરજસીંહ વાળા તથા ધવલભાઇ મકવાણા તથા હિરેનભાઈ ગેડીયા વી.પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે*

Related Posts