ભાવનગર રેન્જ આઈ.જી.પી. આર.વી.અસારી નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા બનતા લુંટ તથા ચોરીના ગુન્હાઓ ડિટેક્ટ કરી આરોપીઓને પકડી પાડવા સખત સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જિલ્લામાં બનેલ લુંટ તથા ચોરીના ગુન્હાઓ ડિટેક્ટ કરી આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય,ચિરાગ દેસાઇ નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ-અમરેલી દ્વારા અમરેલી ડિવિઝનના લુંટ તથા ચોરીના ગુન્હાઓ ડિટેક્ટ કરી આરોપીઓને પકડી પાડવા જરૂરી માર્ગદર્શન આપવામા આવેલ હોય,જે અન્વયે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ઓ.કે.જાડેજા નાઓની રાહદારી હેઠળ ગઇ તા.૨૪/૦૫/૨૦૨૬ ના રોજ રાત્રીના અમરેલી નવા બાયપાસ ખાતે આ કામના ફરીયાદીને આરોપીઓએ બોલાવી ફરીયાદીનુ વાહન રોકાવી ગેરકાયદેસર અવરોધ કરી ફરીયાદીને જબરદસ્તીથી નીચે ઉતારી ગેરકાયદેસર અટકાયત કરી ફરીયાદી સાથે મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરીયાદીના મોબાઇલ અને પાકીટ લઇ ફરીયાદી પાસેથી રૂા.૬૦૦૦/- ની લુંટ કરી આ કામના આરોપીઓ નાસી જતા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૬૦૨૭૨/૨૦૨૬ BNS કલમ-૧૨૬(૨), ૧૨૭(૨), ૧૧૫(૨), ૩૫૧(૩), ૩૦૨(૫) વિ. મુજબ ગુન્હો રજી. કરવામા આવેલ હતો જે અન્વયે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે.
*પકડાયેલ આરોપીઓની વિગત*
(૧) પરીત ચિરાગભાઇ ભીમાણી
(૨) હરકિશન હરેશભાઇ ખસીયા
(૩) અરમાન કાળુભાઇ સમા
(૪) તોફીક સલીમભાઇ સમા
(૫) રોનક ફિરોઝભાઈ નગોરી
(૬) પરવેઝ ફિરોઝભાઇ નગોરી
*સદરહુ કામગીરી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ઓ.કે.જાડેજા નાઓની રાહબરી હેઠળ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામા આવેલ છે*

















Recent Comments