અમરેલી

અમરેલી સાયબર ક્રાઇમ ગુના ઓ સામે સારી કામગીરી બદલ “સાયબર કોપ ઓફ ધ મંથ” એવોર્ડ મેળવતી અમરેલી સાયબર ક્રાઈમ ટીમ

અમરેલી પોલીસ માં ફરજ બજાવતા નાના કર્મચારી ઓની ચીવટ કુનેહ અને તત્પરતા રંગ લાવી “ચકલી નાની ને ફડકો મોટો” નાના કર્મચારી ઓની ધગસ થી  ફરિયાદી ના નાણાં રિકવર થયા દામનગર ના વેપારી સાથે થયેલ ઠગાઈ કેસ માં આંતરરાજ્ય  ચીટર ટોળકી ને ઝડપી પાડવા માં સફળતા મળી હતી વર્ષ-૨૦૨૬ ના મે – જુન મહીનામાં સાયબર ક્રાઇમ લગત સારી કામગીરી કરી “સાયબર કોપ ઓફ ધ મંથ” એવોર્ડ મેળવતી અમરેલી સાયબર ક્રાઈમ ટીમ તા.૧૩/૦૮/૨૦૨૬શ્રી આર.વી. અસારી સાહેબ પોલીસ મહાનિરિક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરના ઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ દ્વારા અમરેલી જીલ્લામાં સાયબર ક્રાઇમ સબંધીત ગુન્હાઓ અટકાવવા તથા અનડીટેક્ટ ગુન્હાઓને ડીટેક્ટ કરી આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચના આપેલ હોય, જેથી પરીણામ લક્ષી કામગીરી કરવા તેમજ અનડીટેક્ટ ગુન્હાઓને ડીટેક્ટ કરી ગુન્હાહીત પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડવા શ્રી ચિરાગ દેસાઈ નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલી નાઓએ જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય.

જે અંતર્ગત, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, અમરેલી ટીમ દ્વારા વર્ષ-૨૦ર૬ ના મે-જુન મહીનામાં આધુનિક તકનિકના ઉપયોગથી સાયબર ક્રાઈમના ઈન્વેસ્ટમેન્ટ ફોડ તથા ઓપરેશન મ્યુલ હન્ટ ગુન્હાના ૧૧ આરોપીઓની ધરપકડ કરી, ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓના સાયબર ક્રાઈમ પો.સ્ટે. ના ૦૪ વણ શોધાયેલ ગુન્હા શોધી, NCCRP પોર્ટલની ૪૩૨ ફરિયાદોના કામે દુર એકાઉન્ટના રૂપીયા ૨૮,૫૬,૯૯૭/- ફ્રીઝ કરી રુપીયા રૂ.૬,૨૦,૩૫૭/- રીકવર કરવાની શ્રેષ્ઠ કરેલ.આ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરવા બદલ મહે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજય નાઓ દ્વારા અમરેલીની ટીમને “સાયબર કોપ ઓફ ધ મંથ” નો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી (૧) PI શ્રી કે.એલ.ખટાણા

(૨) Tech. ASI શ્રી પારસભાઈ બળવંતરાય મજેઠીયા (3) UHC હિરેનસિંહ લાલજીભાઇ ખેર

(x) WITPC અલ્પિતાબેન રમેશકુમાર ગુણા (૫) UPC નિકુલકુમાર વિનુભાઇ રાઠોડ આ પોલીસ કર્મચારી ઓની ચીવટ કુનેહ અને તત્પરતા થી ગંભીર પ્રકાર ના ગુના ઓ ડિટેક્ટિવ થયા અને આરોપી ઓને આંતરરાજ્ય થી ઝડપી પાડી ગંભીર પ્રકાર ના અન ડિટેક્ટિવ ગુના નો ભેદ ઉકેલતા તમામ કર્મચારી ઓને વિશિષ્ટ પ્રકાર ના સન્માન પત્ર પોલીસ મહા નિર્દેશક દ્વારા સન્માનિત કરાયા હતા ફરિયાદ ના હાર્દ ને સમજી સાયબર ટીમ ના UHC હિરેનસિંહ લાલજીભાઇ ખેર સતત ફોલોપ કરી ફરિયાદી સાથે નાની નાની વાતો ની જાણકારી ઓ મેળવી લાંબી મહેનત બાદ પોલીસ તંત્ર ની ચીવટ ખંત રંગ લાવી હતી આવી કપરી કામગીરી ને રાજ્ય ના પોલીસ મહા નિર્દેશક સુધી નોંધ લેવાઈ હતી અને સાયબર ટીમ અમરેલી નું વિશિષ્ટ સન્માન કરાયું હતું

Related Posts