સમગ્ર રાષ્ટ્ર 80માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ ઉજવણી કરી રહ્યું છે અને રાજ્ય કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ અમરેલી ખાતે યોજાવાનો છે ત્યારે શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ સાવરકુંડલામાં પ્રિ ઇન્ડિપેન્ડન્સ ઉજવણીના ભાગરૂપે અનેકવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમો છેલ્લા એક અઠવાડિયાથી થઈ રહ્યા છે.
કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ. સી. રવિયાના માર્ગદર્શન હેઠળ સ્વાતંત્ર્ય થીમ ઉપર આધારિત ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ક્વિઝ, વક્તૃત્વ સ્પર્ધા, ચેસ, વેશભૂષા સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ ત્રિરંગા રેલીનું ભવ્ય આયોજન કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના કોમર્સ તેમજ આર્ટસમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ચિત્ર સ્પર્ધામાં પ્રથમ સ્થાને કુરેશી તમન્ના, દ્વિતીય સ્થાને પરમાર દિવ્યા અને તૃતીય સ્થાને ડોબરિયા કક્ષા વિજેતા બન્યા હતા. રંગોળી સ્પર્ધામાં પરમાર દિવ્યા, દ્વિતીય સ્થાને ગોસ્વામી હીના અને ખટાણા ક્રિષ્ના, તૃતીય સ્થાને નિમાવત નિરાલી વિજેતા બન્યા હતા. નિબંધ સ્પર્ધામાં પાયક ફિઝા પ્રથમ સ્થાને, લાડવા કિંજલ દ્વિતીય સ્થાને તેમ જ તૃતીય સ્થાને અહલપરા ક્રિષ્ના અને કાણેના હિમાંશી વિજેતા બન્યા હતા. નનેરા દેવાંશી અને ખુમાણ મિનાક્ષીને આશ્વાસન ઈનામ પ્રાપ્ત થયું હતું. કિવઝમાં પ્રથમ સ્થાને કાતરિયા વિભા અને કનોજીયા તમન્ના, દ્વિતીય સ્થાને ડાભી નીતિન અને મહિડા વરૂણ, તૃતીય સ્થાને અહલપરા ક્રિષ્ના અને રાઠોડ ક્રિષા વિજેતા બન્યા હતા. ચેસ સ્પર્ધામાં પ્રથમ સ્થાને કળોતરા કેવલ, દ્વિતીય સ્થાને ડાભી નીતિન અને તૃતીય સ્થાને મહિડા પ્રિયાંશુ વિજેતા બન્યા હતા. વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાને સોલંકી દ્રષ્ટિ, દ્વિતીય સ્થાને નનેરા દેવાંશી અને તૃતીય સ્થાને પાયક ફિઝા વિજેતા બન્યા હતા. વેશભૂષા સ્પર્ધામાં પરમાર દિવ્યા, દ્વિતીય સ્થાને નનેરા દેવાંશી અને ધાધલ યોગેશ્વરી, તૃતીય સ્થાને કાતરિયા વિભા અને સરવૈયા પલ્લવી વિજેતા બન્યા હતા. આ કાર્યક્રમની સાથે સાથે સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ અતિ ભવ્યાતીભવ્ય ત્રીરંગા રેલીનું કોલેજ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો આ રેલીમાં જોડાયા હતા. વંદે માતરમ અને ભારત માતા કી જયના નારાઓથી સમગ્ર કોલેજ કેમ્પસ ગુંજી ઉઠ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓ તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલશ્રી તેમજ સર્વે સ્ટાફ મિત્રો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમોને સફળ બનાવવા માટે સૌ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.
કાણકિયા કોલેજના આંગણે પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોની વણઝાર


















Recent Comments