અમરેલી

અમરેલી શહેરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની બોટલો તથા વાહનસહિત કિ.રૂ.૨,૯૧,૪૮૮/- નાં મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્‍જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો
કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
અમરેલી જિલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને
હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા
સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની
રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ
દરમિયાન બાતમી હકિકત આધારે રેઇડ દરમિયાન અમરેલી, સરદાર ચોકમાંથી બે
ઇસમોને મોટર સાયકલમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોની હેરફેર કરતા
ઝડપી લઇ, પકડાયેલ આરોપીઓ તથા સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબિશન
ધારા તળે કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી
થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
 પકડાયેલ આરોપીઃ-
(૧) ઇન્દ્ર ઉર્ફે રામકુ ભનુભાઇ ઉર્ફે વલકુભાઇ વાળા, ઉ.વ.૨૫, રહે.અમરેલી,
સરદારનગર, શેરી નં.૨, રેલ્વે ફાટક પાસે, તા.જિ.અમરેલી.
(૨) સુરજ દિનેશભાઇ ઉર્ફે દીલુભાઇ વાળા, ઉ.વ.૩૬, રહે.અમરેલી, ચક્કરગઢ રોડ,
અમૃતનગર, શેરી નં.૨, તા.જિ.અમરેલી.
 પકડવાના બાકી આરોપીઃ-

(૧) વિશાલ નરેશભાઇ ગંગાજળીયા, રહે.અમરેલી, ચક્કરગઢ રોડ (૨) ભનુભાઇ ઉર્ફે
વલકુભાઇ વાળા, રહે.અમરેલી, સરદારનગર, શેરી નં.૨ (૩) વિરકુભાઇ દિનેશભાઇ
વાળા રહે.અમરેલી.
 પકડાયેલ મુદ્દામાલઃ-
(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૮૦
એમ.એલ.ની કુલ બોટલ નંગ – ૧૦૭ કુલ કિં.રૂ.૧૧,૬૮૮/- (૨) રોકડા
રૂ.૨૪,૮૦૦/- (૩) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ – ર કિં.રૂ.૫૫,૦૦૦/- (૪) એક
ગ્રે કલરનું ટીવીએસ જયુપીટર મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું જેના ચેસીસ
નંબર MD626AK42T3AF1748 કિં.રૂ.૫૦,૦૦૦/- તથા એક ગ્રે કલરનું ટીવીએસ
જયુપીટર મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું જેના ચેસીસ નંબર
MB8EA11DHM8221788 કિં.રૂ.૫૦,૦૦૦/- તથા એક કાળા કલરનું હોન્ડા સુઝુકી
બર્ગમેન મોટર સાયકલ રજી. નંબર GJ27 DR 9119 કિં.રૂ.૫૦,૦૦૦/- તથા એક સફેદ
ગ્રે કલરનું હોન્ડા એકટીવા 5G મોટર સાયકલ રજી. નંબર GJ14 AR 4416
કિં.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨,૯૧,૪૮૮/- નો મુદ્દામાલ
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એસ.આઇ. કનાભાઇ સાંખટ,
રાહુલભાઇ ચાવડા તથા હેડ. કોન્સ. ગીરીરાજસિંહ જાડેજા, કિશનભાઇ આસોદરીયા,
રાહુલભાઇ ઢાપા, મહેશભાઇ મુંધવા, સલીમભાઇ ભટ્ટી દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts