અમરેલી

સાવરકુંડલા નગરપાલિકા ના પ્રમાણિક અને નિષ્ઠાવાન કર્મચારી ટેક્સ ઈન્સપેકટર 39 વર્ષ સેવા બજાવી વયમર્યાદા થી નિવૃત થયા.

              સાવ૨કુંડલા નગરપાલીકા કચેરીમાં પ્રમાણિક અને નિષ્ઠાવાન કર્મચારી મનોજભાઈ ત્રિવેદી છેલ્લા 39 વર્ષ અને 2 મહીના જેવા લાંબા સમય માટે ફરજ બજાવી હતી જેઓ સાવરકુંડલા ના ટેકસ ઈન્સપેકટર તરીકે સતત છેલ્લા 27 વર્ષથી કાર્યરત છે સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં ટેકસ રીકવરીની કડક કામગીરી કરી હતી સાવરકુંડલા નગરપાલિકા હાઉસ ટેક્સ વિભાગના નિડર કર્મચારીઓ વિરૂધ્ધ શહેરના લાંબા સમય થી પોતાનો ટેક્સ ની રકમ ન ભરનાર ટેક્સ ચોરો ઘ્વારા આ કર્મચારીને ડેમેજ કરવામાં અનેક ષડયંત્રોનો સામનો કરી તમામ ચક્રવ્યુહોનો સામનો કરી પોતાની આગવી શૈલી, હીંમત તથા કુન્હેથી છીન ભીન ક૨ી સંપુર્ણ રીતે કાયદાકીય લડત આપી ટેક્સ ઈન્સપેકટર મનોજભાઈ ત્રિવેદી તારીખ 30/06/2025 નાં રોજ તેમની વય મર્યાદા થી સેવા નિવૃત થતા સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતીક નાકરણી, ચેરમેન અશોકભાઈ ચોહાણ, નિવૃત ફોજી અતુલભાઈ જાની, નગરપાલિકા સર્વેયર હરેશગીરી ગોસાઈ બાપુ, પત્રકાર અમીતગીરી ગોસ્વામી, પોલીસ એ.એસ.આઈ. જીજ્ઞેશભાઈ અમરેલીયા, રઘુવંશી સમાજ ના અગ્રણી રાજેશકુમાર કારિયા, સંજયભાઈ ત્રિવેદી, એડવોકેટ દુષનંત ત્રિવેદી ટેક્સ કર્મચારી હિતેષભાઈ રવાણી, રાજુભાઈ બોરીસાગર, ભુપતભાઈ ખુમાણ સહિતના સામાજીક, રાજકીય અગ્રણીઓ અને શહેરીજનો દ્વારા ટેક્સ ઈન્સપેકટર મનોજભાઈ ત્રિવેદીને શાલ, ફુલહાર, મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ વયમર્યાદા નિવૃત્તિ કાર્યક્રમમાં સાવરકુડલા નગરપાલિકાના સદસ્યો, કર્મચારીઓ, શહેરીજનો, બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts