fbpx
ગુજરાત

ગાંધીનગરમાં સી.આઈ.ડી ક્રાઈમના બી.જેડ ગ્રુપ પર દરોડામાં ૨ બેંક એકાઉન્ટમાંથી રૂ.૧૭૫ કરોડનાં ટ્રાન્ઝેકશન મળ્યાં

ત્રણ વર્ષમાં ફિક્સ ડિપોઝિટ ડબલ કરી આપવાનું કહી તેમજ રોકાણ પર માસિક ૭ ટકા વ્યાજ આપવાની લાલચ આપી મ્ઢ હ્લૈંદ્ગછદ્ગઝ્રૈંછન્ જીઈઇફૈંઝ્રઈજી તથા મ્ઢ ય્િર્ેॅ દ્વારા લોકોને ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપીને છેતરપિંડી તથા ચીટ ફંડ કૌભાંડ ચાલતું હોવાની નનામી અરજી સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરને મલી હતી. જેની તપાસમાં ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા અને અન્ય જીલ્લાઓમાં હિંમતનગરના ઝાલાનગરના રહેવાસી ભુપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા તથા તેમના મળતીયાઓના નામ બહાર આવ્યા હતા.

જેને પગલે આ તમામ ઠેકાણે આવેલી ખાનગી ઓફિસો પર મંગળવારે ઝ્રૈંડ્ઢ ક્રાઇમની ટીમે એકસાથે સંચાલકો તથા તેમના એજન્ટોની ઓફિસો પર દરોડો પાડતાં ચકચાર મચી જવા પામી હતી. ત્રણ વર્ષમાં ફિક્સ ડિપોઝિટ ડબલ કરી આપવાનું કહી તેમજ રોકાણ પર માસિક ૭ ટકા વ્યાજ આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી રૂ.૬ હજાર કરોડ ઉઘરાવી લેનારી મ્ઢ ફાઇનાન્શિયલ સર્વિસની ૭ જિલ્લામાં આવેલી ઓફિસો પર ઝ્રૈંડ્ઢ ક્રાઈમે દરોડા પાડ્યા હતા. આ કંપનીની ઓફિસો ગુજરાત તેમજ રાજસ્થાનમાં પણ આવેલી હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું.પોલીસના દરોડાના પગલે મ્ઢ ગ્રુપના ઝ્રઈર્ં ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત એજન્ટો ભૂગર્ભમાં ઊતરી ગયા હતા.

જ્યારે ૨ બેંક એકાઉન્ટમાંથી રૂ.૧૭૫ કરોડનાં ટ્રાન્ઝેકશન મળ્યાં છે. સીઆઈડી ક્રાઈમના અધિકારીઓનું કહેવું છે કે થોડા સમય પહેલાં અમને એક નનામી અરજી મળી હતી. જેમાં બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ અને બીઝેડ ગ્રુપના સીઇઓ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ગુજરાત તેમજ રાજસ્થાનમાં ઓફિસો શરૂ કરી હતી, જ્યાં એજન્ટોની ચેઈન ગોઠવીને રોકાણકારોને ફિક્સ ડિપોઝિટ ૩ વર્ષમાં ડબલ કરી આપવાનું કહીને તેમજ રોકાણ પર માસિક ૭ ટકા વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ કરાવવામાં આવતું હતું.

સંચાલક ભૂપેન્દ્ર ઝાલા દરોડાની કાર્યવાહી બાદ ભૂગર્ભમાં ઊતરી ગયો છે. કરોડો રૂપિયાના રોકાણ મેળવી ભૂપેન્દ્ર ઝાલા એકાએક ભૂગર્ભમાં ઊતરતાં રોકાણકારોમાં ચિંતાનો માહોલ છવાયો છે. ગેરકાયદે રીતે લોભામણી લાલચો વડે રોકાણ કરાવતા હોવાને લઈ ઝ્રૈંડ્ઢ ટીમે દરોડો પાડી એજન્ટોની પૂછપરછ કરી હતી. બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જાેકે ધાર્યો માહોલ નહિ જામતા ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું. ઉમેદવારી ફોર્મ સાથે એફિડેવિટમાં ઈન્કમટેક્સ રિટર્નમાં માત્ર ૧૭.૯૪ લાખની આવક દર્શાવી હતી. વર્ષ ૨૦૧૮-૧૯માં માત્ર ૪.૯૮ લાખની આવક હતી, જ્યારે વર્ષ ૨૦૨૧-૨૨માં આવક ૯.૭૯ લાખ રૂપિયા આવક હતી. માત્ર નજીવી આવક સામે ૬૦૦૦ કરોડનું રોકાણ મેળવ્યું હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે.

મુંબઈ ખાતે યોજાયેલા મ્ૈંછછ બોલિવૂડ એવોર્ડ કાર્યક્રમમાં બોલિવૂડ એક્ટર સોનુ સૂદ દ્વારા મ્ઢ ગ્રુપના સીઇઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાને એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા, સાથે સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા સોનુ સૂદને હસ્તકલા આર્ટ ભેટમાં આપી હતી.રોકાણકારોનાં નાણાં વિદેશમાં ટ્રાન્સફર કર્યા કે કેમ એની આશંકા હાલ સેવાઈ રહી છે. મહિને એક ટકાના લાલચમાં એજન્ટોએ કરોડોનું રોકાણ કરાવ્યું હતું. રોકાણકારને ત્રણેક વર્ષમાં જ એકના ડબલ કરવાની લોભામણી લાલચ દર્શાવી હતી. મોટી સંખ્યામાં રોકાણકારો ખેડૂતો, શિક્ષકો અને પોલીસકર્મચારીઓ, અધિકારીઓ છે. સતત બીજે દિવસે બીઝેડ ગ્રુપની તમામ ઓફિસોનાં શટર બંધ જાેવા મળ્યાં હતાં.

આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, હિંમતનગર તાલુકાના એક ગામમાં રહેતા મ્ઢ દ્વારા પોન્ઝી સ્કીમના નામે ધંધો શરૂ કરાયો હતો. શરૂઆતમાં તેમણે હિંમતનગર, રણાસણ, ગાંભોઇ, રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં એજન્ટો રોકીને રોકાણકારોને આકર્ષવા માટે પોન્ઝી સ્કીમની સમજ આપવામાં આવતી હતી. રોકાણકારોને દર મહિને તગડું વ્યાજ આપવામાં આવતું હતું. એના લીધે મ્ઢ ગ્રુપ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો સુધી પથરાઇ ગયો હતો. મંગળવારે હિંમતનગર સહિત અરવલ્લી અને ઉત્તર ગુજરાતમાં આવેલી મ્ઢ ગ્રુપની શાખાઓમાં ઝ્રૈંડ્ઢ ક્રાઇમે એકીસાથે દરોડો પાડીને દસ્તાવેજી પુરાવા કબજે લઇ લીધા છે. હિંમતનગરમાં વ્યાપાર ભવન ખાતે આવેલી બીજે માળની મ્ઢની ઓફિસમાં ઝ્રૈંડ્ઢની રેડ સવારથી ચાલી રહી હતી, જેમાં કેટલાક એજન્ટો પણ હતા,

જેમની તપાસણી બાદ અંદાજે રૂ. ૨૦ લાખથી વધુ રકમ અને મોટા પ્રમાણમાં દસ્તાવેજાે મળ્યા છે, એની કામગીરી મોડીરાત સુધી ચાલી રહી હતી. જ્યારે એક વાહનના દસ્તાવેજાે પણ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો ઝ્રૈંડ્ઢની અલગ અલગ ટીમોએ સવારથી હિંમતનગર સહિત ગુજરાતભરમાં રેડ કરી હતી.આ કંપનીએ રાષ્ટ્રીય કૃત બેંકો તેમજ નાણાકીય સંસ્થાઓ કરતાં પણ વધારે વ્યાજ અને વળતરની લાલચ આપી લોકો પાસેથી રૂ.૬ હજાર કરોડ ઊઘરાવી લીધા હતા. ઝ્રૈંડ્ઢની ટીમે આ નનામી અરજીની તપાસ કરતાં કંપનીએ ગુજરાતમાં તલોદ જિલ્લાના રણાસણ, હિંમતનગર, વિજાપુર, મોડાસા, ગાંધીનગર, વડોદરા અને અરવલ્લી જિલ્લાના માલપુરમાં ઓફિસો શરૂ કરી હતી.એજેના આધારે સીઆઈડી ક્રાઈમના ૫૦થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓની ૭ ટીમે એકસાથે તમામ ઓફિસોમાં દરોડા પાડ્યા હતા, જેમાંથી મોટા ભાગની ઓફિસોમાંથી મહત્ત્વના ડોક્યુમેન્ટ્‌સ મળ્યા હતા.

આ સાથે પોલીસને ૨ બેંક એકાઉન્ટ મળ્યાં હતાં. એ બંને બેંક એકાઉન્ટમાં રૂ.૧૭૫ કરોડનાં ટ્રાન્ઝેક્શન થયાં હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસનું કહેવું છે કે આ તમામ ડોક્યુમેન્ટ્‌સના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જરૂર જણાશે તો આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે રાજસ્થાનમાં આવેલી ઓફિસોમાં દરોડા પાડતાં રાજસ્થાન પોલીસ સાથે સંકલન કરી તેમને જાણ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અન્ય શહેરો, જિલ્લા તેમજ ગામડાંમાં પણ ઓફિસો શરૂ કરી હતી, જેનું સંચાલન એજન્ટો કરતા હતા, આથી જે ઓફિસોમાં દરોડા પાડવામાં આવ્યા છે એ સિવાયની અન્ય ઓફિસનાં સરનામાં મેળવવામાં આવ્યાં છે. બુધવારે પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવશે. આ સાથે પોલીસે સ્ટાફ મેમ્બર્સની પણ પૂછપરછ શરૂ કરી છે.ઓફિસોમાંથી આ ડોક્યુમેન્ટ્‌સ મળ્યા હતા આરોપીઓ ઉંચા વળતરની લાલચ આપતા હતા જેમકે પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરે તો ૩૨ ઈંચનું ટીવી અથવા મોબાઈલ, ૧૦ લાખ રૂપિયાનું રોકાણ કરે તો રોકાણકારને ગોવાનો પ્રવાસ, તથા ફિક્સ એફડી અને રોકાણ પર ૭ ટકા વ્યાજ લેખિતમાં અને મૌખિકમાં ૧૮ ટકા વ્યાજની જાહેરાતો કરી હતી. પોલીસનું કહેવં છે કે દરોડામાં એકપણ ઓફિસમાંથી સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે એકપણ એજન્ટ મળ્યા ન હતા. દરેક જગ્યાએથી ઓફિસમાં નોકરી કરતા કર્મચારીઓ મળ્યા હતા, જાેકે તેઓ આ કૌભાંડ વિશે કશું જાણતા ન હતા, જેથી પોલીસે ભૂપેન્દ્રસિંહની શોધખોળ શરૂ કરી એજન્ટોનાં નામ – સરનામાં મેળવીને તેમને પકડવા તજવીજ શરૂ કરી હતી.

Follow Me:

Related Posts