અમરેલી

નવરાત્રી દરમિયાન શાળા-કોલેજના સમયમાં ફેરફાર કરવા અને પરીક્ષાઓ નવરાત્રી પછી યોજવા માંગણી

ગુજરાતમાં નવરાત્રીના મહાપર્વ દરમિયાન વિદ્યાર્થીઓ અને યુવાનો પૂરતા ઉત્સાહ સાથે ગરબે ઘૂમી શકે તે માટે શાળા-કોલેજોના સમયમાં ફેરફાર કરવા તથા પરીક્ષાઓ નવરાત્રી પછી યોજવા અંગે વિદ્યાર્થી આગેવાન અને એડવોકેટ કેતનભાઈ બી. ખુમાણ દ્વારા ગુજરાત રાજ્યના ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.  

​રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ગુજરાતમાં નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ નવરાત્રીની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનો અગાઉથી જ ગરબાની તૈયારીઓ કરતા હોય છે અને આખી રાત ગરબા રમે છે.  

​પરંતુ, મોટાભાગની શાળા-કોલેજોનો સમય વહેલી સવારનો હોવાથી આખી રાત ગરબા રમ્યા બાદ સવારે વહેલા શાળા-કોલેજે પહોંચવામાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને ભારે મુશ્કેલીઓ પડે છે. આ ઉપરાંત, નવરાત્રી દરમિયાન જ શાળા-કોલેજો અને યુનિવર્સિટીઓ દ્વારા ઇન્ટરનલ તેમજ અન્ય પરીક્ષાઓનું આયોજન કરવામાં આવતું હોવાથી વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પર યોગ્ય ધ્યાન આપી શકતા નથી અને ગેરહાજર રહેવું પડે છે.  

​આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે:

૧. નવરાત્રી દરમિયાન ગુજરાતની تمام શાળા-કોલેજોનો સમય સવારના બદલે બપોરનો કરવામાં આવે.

૨. નવરાત્રી દરમિયાન યોજાતી તમામ પરીક્ષાઓ મુલતવી રાખીને નવરાત્રી પૂરી થયા બાદ યોજવામાં આવે.  

​વિદ્યાર્થીઓ, યુવાનો અને ખેલૈયાઓ મુક્તપણે અને ઉત્સાહપૂર્વક નવરાત્રીની ઉજવણી કરી શકે તે માટે સરકાર દ્વારા આ બાબતે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. આ રજૂઆતની નકલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાને પણ મોકલવામાં આવી છે.

https://meet.google.com/call?authuser=0&hl=en&mc=KAIwAZoBFDoScGludG9faWxyYWNwbXVyZTRuogE3MgJQADoCEAFKBAgBEAFaAggAagIIAXICCAF6AggCiAEBkgECEAGaAQQYASAAogECEADiAQIIALIBBxgDIAAqATDCAQIgAdgBAQ&origin=https%3A%2F%2Fmail.google.com&iilm=1791801390640

Related Posts