દેશના આદિવાસી સમાજના ગૌરવ અને સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી યોદ્ધા બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે આજે બિરસા મુંડા ભવન, ગાંધીનગર ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલ સહિત મહાનુભાવોએ બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને રાષ્ટ્રસેવામાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરીને તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજના અધિકારો, સ્વાભિમાન અને સામાજિક ન્યાય માટે અવિરત સંઘર્ષ કર્યો હતો. તેમણે બ્રિટિશ શાસન સામે લડત આપીને દેશપ્રેમ, આત્મસન્માન અને જનકલ્યાણના મૂલ્યોને મજબૂત બનાવ્યા હતા. તેમનું જીવન આજની પેઢી માટે પ્રેરણારૂપ છે અને તેમના વિચારો સમાજને વિકાસ અને એકતાના માર્ગે આગળ વધારવામાં માર્ગદર્શક બની રહ્યા છે.
કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી પી.સી. બરંડા, કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીત, વિધાનસભાના દંડક શ્રી વિજયભાઈ પટેલ, ટ્રાયબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કાર્યપાલક નિયામક ડૉ. સી.સી. ચૌધરી, સંયુક્ત કમિશનર શ્રી ભાવેશભાઈ દવે, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને આદિજાતિ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌ મહાનુભાવોએ બિરસા મુંડાના આદર્શોને અનુસરીને સમાજના સર્વાંગી વિકાસ અને આદિવાસી સમાજના ઉત્થાન માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
ભગવાન બિરસા મુંડાનો પરિચય:
ભગવાન બિરસા મુંડા ભારતીય આદિવાસી સમાજના મહાન સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક અને ધર્મયોદ્ધા હતા. તા. ૧૫ નવેમ્બર, ૧૮૭૫ના રોજ ઉલિહાતુ ગામમાં જન્મેલા બિરસા મુંડાએ બ્રિટિશ શાસન, જમીનદારી પ્રથા અને આદિવાસી સમાજ પર થતા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે આદિવાસી સમાજમાં સ્વાભિમાન, એકતા, સ્વચ્છતા અને સામૂહિક વિકાસનો સંદેશ આપ્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ “બિરસાઇઝમ” નામની સામાજિક અને ધાર્મિક ચળવળનો ઉદ્ભવ થયો, જેના પરિણામે તેઓ લોકોમાં “ધરતી આબા” અને “ભગવાન બિરસા” તરીકે પ્રસિદ્ધ બન્યા.
બ્રિટિશ શાસનની શોષણકારી નીતિઓ સામે બિરસા મુંડાએ “ઉલ્ગુલાન” શરૂ કરવાની હાકલ આપી, જે આદિવાસી અધિકારો અને સ્વરાજ માટેનો ઐતિહાસિક સંઘર્ષ હતો. બ્રિટિશ સરકારે તેમને અનેક વખત ધરપકડ કરી અને અંતે તા. ૯ જૂન, ૧૯૦૦ના રોજ રાંચી જેલમાં તેમનું અવસાન થયું હતું. તેમ છતાં તેમના વિચારો અને સંઘર્ષે આદિવાસી સમાજને નવી દિશા આપી અને જમીનના હકોના રક્ષણ સહિત અનેક સુધારાઓ માટે પ્રેરણા પૂરી પાડી. આજે પણ બિરસા મુંડા આદિ



















Recent Comments