ભાવનગર રેન્જ આઇ.જી શ્રી આર.વી.અસારી સાહેબ, ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં
બનતા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચના આપેલ હોય, જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત, સાહેબ નાઓએ
મિલ્કત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચના
અને માર્ગદર્શન આપેલ હોય,
ગઇ તા.૦૭/૦૬/૨૦૨૬ ના રોજ આ કામના ફરીયાદી સવારના આશરે પોણા દસેક વાગ્યાની આસપાસ
રાજુલા બસ સ્ટેશનમાં ’’ કોડીનાર વડોદરા ’’ રૂટની બસમાં ચડતા હતા તે વખતે કોઇ અજાણ્યા વ્યકિતએ
ફરી.ના હાથમાં રહેલ કાપડની થેલીમાં રાખેલ સોનાનો ચેઇન વજન ૧૪.૯૨૦ ગ્રામ જેની કિ.રૂ.૧,૦૦,૮૦૦/-
તથા દિલ આકારનું સોનાનું પેંડલ કિ.રૂ.૩,૦૦૦/- તથા રોકડા રૂપીયા ૧,૨૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૦૫,૦૦૦/-ના
મુદામાલની ફરી.ની નજર ચુકવી ફરી.ની જાણ બહાર થેલીમાંથી કાઢી લઇ ચોરી કરી લઇ જઇ ગુન્હો કરેલ હોય જે
બાબતે ફરી.શ્રીએ અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે.માં ફરીયાદ આપતા રાજુલા પો.સ્ટે, ગુ.ર.નં.-૧૧૧૯૩૦૫૦૨૬ ૦૪૩૫/૨૦૨૬
બી.એન.એસ કલમ-૩૦૩(૨) મુજબનો ગુનો રજી.થયેલ હતો.
જે અનુસંધાને રાજુલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબના માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના
પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત ગુનાને અંજામ આપી નાસી ગયેલ આરોપીઓની ખાનગી
બાતમીદારો મારફતે આરોપીઓ અંગે ચોકકસ બાતમી મેળવી, ઉપરોક્ત ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીઓને ચોરીમાં ગયેલ મુદામાલ
સાથે પકડી પાડી નાગરીકોના ચોરાયેલ મુદામાલ તેમને પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવાં રાજુલા પો.સ્ટેના પોલીસ સ્ટાફ દ્રારા બસ
સ્ટેશન તેમજ આજુબાજુના વિસ્તારોમાં લગાવેલ ’’ઇગલ આઇ પ્રોજેકટ’’ સી.સી.ટી.વી કેમેરાઓ ઝીટવટભરી રીતે ચેક કરી આરોપીઓની
શોધખોળ ચાલુ હતી.અને આ તપાસ દરમ્યાન એક મોટર સાયકલની શંકાસ્પદ ભુમિકા જણાઇ આવેલ.જે મોટર સાયકલના રજિસ્ટ્રેશન આધારે
તપાસ ચાલુ હતી.
તે દરમ્યાન ઉપરોકત રજિસ્ટ્રેશન વાળી કાળા કલરની હિરો હોન્ડા રાજુલા મારૂતિધામ પાછળ પથ્થરની ખાણમાં
જવાના રસ્તેથી પકડી બન્ને આરોપીઓને યુકિત પ્રયુકિતથી પુછપુરછ કરતાં બન્ને પતિ પત્ની આરોપીઓએ કબુલાત આપેલ કે,
ગઇ તા.૦૭/૦૬/૨૦૨૬ ના રોજ બન્ને આરોપીઓ (પતિ-પત્ની) યાજપુર તા.ઉના જિ.ગીર સોમનાથ ખાતેથી પોતાની માલીકીની
હીરો હોન્ડા કંપનીની મોટર સાયકલ નં-GJ-04-FB-3305 ની લઇને નીકળેલ અને સવારના સમયે રાજુલા બસ સ્ટેશન નજીક આવી પોતાની
મોટર સાયકલમાંથી તેની પત્નીને ઉતારી પોતે બસ સ્ટેશનથી દુર ઉભો રહેતો તે દરમયાન પોતાની પત્ની રાજુલા બસ સ્ટેશનમાં પેસેન્જર તરીકે
આવી, જે બસમાં વધારે ટ્રાફિક હોય તે બસમાં પેસેન્જર બની બસમાં ચડતી વખતે એક મોટી ઉંમરના બહેનને ટાર્ગેટ કરી,ધકકા મુકકી કરી
તેમની પાસે થેલીમાં પર્સ રાખેલ હોય તે પર્સ તેની જાણ બહાર નજર ચુકવી લઇ લીધેલ અને તે પછી તેઓ બસમાંથી નીચે ઉતરી પોતાના પતિ
તેની રાહ જોતા હતા તે તરફ જતી રહેલ અને આજરોજ ફરીથી રાજુલા શહેરમાં અન્ય મિલ્કત સંબધીત ગુનાઓ કરવાની ફિરાકમાં હતા તે
દરમ્યાન પકડાઇ ગયેલ હોવાની કબુલાત આપેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગત-
(૧) શંભુભાઇ ભગાભાઇ પરમાર ઉ.વ.૨૧ ધંધો.છુટક મજુરી
(૨) ગૌરીબેન ઉર્ફે દકુ શંભુભાઇ ભગાભાઇ પરમાર ઉ.વ.૨૬ ધંધો.છુટક મજુરી રહે.બંન્ને મુળ ગામ-ખાટસુરા બે નેરા
વિસ્તાર તા.મહુવા જી.ભાવનગર હાલ-ઉના, ખારા વિસ્તારમાં તા.ઉના જી.ગીર સોમનાથ
પકડાયેલ મુદામાલની વિગત-
(૧) સોનાનો ચેઇન વજન ૧૪.૯૨૦ ગ્રામ કિ.રૂ.૧,૦૦,૮૦૦/-
(૨) દિલ આકારનું સોનાનું પેંડલ કિ.રૂ.૩,૦૦૦/-
(૩) રોકડા રૂપિયા ૮,૦૦/-
(૪) હીરો હોન્ડા કંપનીની મોટર સાયકલ નં- GJ-04-FB-3305 કિ.રૂ.૩૦,૦૦૦/-
પકડાયેલ આરોપીઓની ગુનો કરવાની મોડસ ઓપરેન્ડી-
આ કામે બન્ને આરોપીઓ પતિ પત્ની હોય જેથી બન્ને માણસ મોટર સાયકલ લઇ બસ સ્ટેશનથી દુર પોતાની પત્નીને ઉતારી દેતા તે ચાલીને બસ
સ્ટેશનમાં પેસેન્જર તરીકે આવી, જે બસમાં વધારે ટ્રાફિક હોય તે બસમાં પેસેન્જર બની બસમાં ચડતી વખતે ગીરદીનો લાભ લઇ મોટી ઉંમરની
મહીલાઓને ટાર્ગેટ કરી, ધકકા મુકકી કરી તેમની પાસે રહેલ થેલીમાં રાખેલ,પર્સની ચોરી કરી તેમાં રહેલ રોકડા રૂપિયા તથા સોનાની વસ્તુઓ
તેની જાણ બહાર નજર ચુકવી ચોરી કરવાની ટેવ ધરાવે છે.
પકડાયેલ આરોપી ગૌરીબેન ઉર્ફે દકુ શંભુભાઇ ભગાભાઇ પરમાર રહે.ખાટસુરા વાળાનો ગુન્હાહિત ઇતિહાસ-
(૧) ચલાલા પો.સ્ટે જિ.અમરેલી ગુ.ર.નં.૦૦૨૦/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ
(૨) મહુવા પો.સ્ટે જિ.ભાવનગર ગુ.ર.નં.૦૨૬૩/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ
(૩) રાજુલા પો.સ્ટે જિ.અમરેલી ગુ.ર.નં.૦૩૧૫/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ
(૪) રાજુલા પો.સ્ટે જિ.અમરેલી ગુ.ર.નં.૦૩૧૬/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ
પકડાયેલ આરોપી શંભુભાઇ ભગાભાઇ પરમાર રહે.ખાટસુરા વાળાનો ગુન્હાહિત ઇતિહાસ-
(૧) ચલાલા પો.સ્ટે જિ.અમરેલી ગુ.ર.નં.૦૦૨૦/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ
(૨) ખાંભા પો.સ્ટે જિ.અમરેલી ગુ.ર.નં.૦૫૦૧/૨૦૨૪ પ્રોહી કલમ ૬૬(૧)બી મુજબ
(૩) ખાંભા પો.સ્ટે જિ.અમરેલી ગુ.ર.નં.૦૫૨૦/૨૦૨૪ એમ.વી.એકટ ૧૮૫ તથા પ્રોહી કલમ ૬૬(૧)બી મુજબ
પકડાયેલ આરોપીઓએ આપેલ ગુનાની કુબલાત-
આજથી બે ત્રણ મહીના દરમ્યાન અલગ અલગ સમયે ઉના બસ સ્ટેશનમાંથી અજાણી મહીલાઓ બસમાં ચડતી
હોય તેની થેલીમાંથી પર્સની ચોરી કરી તેમાં રહેલ રોકડ રકમની ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે.
કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ-
આ કામગીરી રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સપેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા
પોલીસ સ્ટેશનના ટાઉન બીટ ઇન્ચાર્જ એ.એસ.આઇ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા સર્વેલન્સ સ્ટાફના હેડ.કોન્સ સુરેશભાઇ ઠાકરશીભાઇ મેર
તથા ટાઉન બીટ હેઙ.કોન્સ પ્રકાશભાઇ શામજીભાઇ બાબરીયા તથા સુરજભાઇ સોમાતભાઇ બાંભણીયા તથા પો.કોન્સ અમીતભાઇ તુળસીભાઇ
મકવાણા તથા પો.કોન્સ શંભુભાઇ લાભુભાઇ વાઘેલા તથા ભારતીબેન નરશીભાઇ પરમાર દ્રારા કરવામાં આવેલ છે.



















Recent Comments