અમરેલી

ચલાલા નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે જિલ્લા તંત્રની ત્વરિત કામગીરી

અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદને કારણે
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા. પરિસ્થિતિની જાણ થતાં નગરપાલિકા તંત્ર
દ્વારા તાત્કાલિક બચાવ અને સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સ્થાનિક વહીવટી તંત્ર તથા સંબંધિત વિભાગોની સંકલિત કામગીરીના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા
અંદાજિત ૧૦૦ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
સ્થળાંતરની સમગ્ર કામગીરી દરમિયાન લોકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી હતી.
હાલ ચલાલા નગરપાલિકા વિસ્તારમાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. જિલ્લા તંત્ર દ્વારા વરસાદની સ્થિતિ પર સતત
નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી હોય ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં જવાનું
ટાળે, બિનજરૂરી અવરજવર ન કરે, અફવાઓથી દૂર રહે અને માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખે તેમજ સ્થાનિક
તંત્રની સૂચનાઓનું પાલન કરે.

Related Posts