રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત, તમામ ૧૧ તાલુકા પંચાયત તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા અને દામનગર નગરપાલિકા એમ કુલ ૦૬ નગરપાલિકાઓની ચૂંટણી માટે ૨૬ એપ્રિલ, ૨૦૨૬ (રવિવાર)ના રોજ સવારે ૭.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક દરમિયાન મતદાન યોજાનાર છે.
આ મતદાન પ્રક્રિયામાં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમરેલી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તથા વ્યાપકપણે ઈ.વી.એમ નિદર્શન દ્વારા લોકજાગૃતિના પ્રયત્નો કરવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું કે, લોકશાહીના પાયાસમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ પર્વમાં પોતાના મતાધિકારનો અવશ્યપણે ઉપયોગ કરવા માટે અમરેલી જિલ્લાના દરેક મતદારોને અપીલ કરું છું.


















Recent Comments