રાજ્યની અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ ચૂંટણી માટેની પ્રક્રિયા 16 સપ્ટેમ્બર (ગઈ કાલ) થી શરૂ થઈ છે અને 11 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. આ વખતે પણ હરીફ પેનલ ઊભી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે, જેના કારણે બનાસ ડેરીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વિવિધ પક્ષો અને સહકારી આગેવાનો વચ્ચે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ચૂંટણી વધુ રસપ્રદ બની છે. બનાસ ડેરીના રાજકારણ પર નજીકથી નજર રાખતા રાજકીય પંડિતોનું બનાસ ડેરીમાં ભારે રસાકસી જોવા મળી શકે છે. તો બીજી તરફ બનાસ ડેરીના સભાસદો અને સમર્થકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ડેરીની ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ:-
ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય: 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી
ઉમેદવારી પત્રોની ચકાસણી: 23 સપ્ટેમ્બર
માન્ય ઉમેદવારી પત્રોની યાદી: 24 સપ્ટેમ્બર
ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ: 29 સપ્ટેમ્બર
હરીફ ઉમેદવારોની આખરી યાદી: 30 સપ્ટેમ્બર
મતગણતરી: 11 ઓક્ટોબર


















Recent Comments