આગામી તા. ૧૧/૦૯/૨૦૨૬ના રોજ ભાદરવી અમાસ નિમિત્તે ભાવનગર જિલ્લાના કોળીયાક ગામ નજીક દરિયા
કિનારે આવેલ નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે મેળો યોજાનાર છે.
મેળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે, વાહનવ્યવહાર સરળતાથી ચાલુ રહે તેમજ અકસ્માતો નિવારી શકાય
તે હેતુસર ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.ડી. ગોવાણીએ મળેલ સત્તાની રૂએ તા. ૧૦/૦૯/૨૦૨૬ના
ક. ૧૭:૦૦થી તા. ૧૧/૦૯/૨૦૨૬ના ક. ૨૪:૦૦ સુધી વિવિધ માર્ગો પર રૂટ ડાયવર્ઝન તથા પ્રવેશબંધી અંગે
જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.આ જાહેરનામું તમામ પ્રકારના વાહનોને લાગું પડશે.
જાહેરનામા મુજબ વાહનવ્યવહાર માટે નીચે મુજબ રૂટ ડાયવર્ઝન અમલમાં રહેશે:
(૧) ભાવનગર તરફથી આવતા મોટા વાહનોને પીપળીયા પુલથી ઘોઘા જકાતનાકા થઈ આડી સડક સુધી જવા
દેવામાં આવશે.
(૨) બુઘેલ ચોકડી તરફથી આવતા મોટા વાહનોને પીપળીયા પુલથી ઘોઘા જકાતનાકા થઈ આડી સડક તરફ ડાયવર્ટ
કરવાના રહેશે.
(૩) મહુવા, તળાજા, રાજુલા, પાલીતાણા તથા તણસા-વાવડી રોડ તરફથી આવતા મોટા વાહનોને સુરકા રોડ તરફ
ડાયવર્ટ કરવાના રહેશે.
(૪) મહુવા, તળાજા, રાજુલા, પાલીતાણા તથા તણસા-વાવડી રોડ તરફથી આવતા નાના વાહનો, જેમાં ટુ-વ્હીલર
તથા ફોર-વ્હીલરનો સમાવેશ થાય છે, તેમને સુરકા મઢુલી ત્રણ રસ્તાથી હોઇદડ તરફ ડાયવર્ટ કરવાના રહેશે.
(૫) મીઠી વિરડી તથા લાખણકા તરફથી ભાવનગર તરફ જતા નાના-મોટા વાહનોને ખડસલીયા, મોરચંદ, સાણોદર
થઈ ભાવનગર નેશનલ હાઇવે તરફ ડાયવર્ટ કરવાના રહેશે.
(૬) ભાવનગરથી કોળીયાક, હાથબ તથા મીઠી વિરડી તરફ જતા નાના-મોટા વાહનોને નેશનલ હાઇવેથી સાણોદર,
મોરચંદ, ખડસલીયા થઈ ડાયવર્ટ કરવાના રહેશે.
(૭) ભાવનગર તરફથી આવતી એસ.ટી. બસોને કોળીયાક રોડ મારફતે હોઇદડના પાટિયા સુધી પ્રવેશ આપવામાં
આવશે અને હોઇદડથી સુરકા રૂટ મારફતે ભાવનગર તરફ પરત જવાનું રહેશે.
(૮) કુડાથી ગુંદી તરફ આવતા નાના-મોટા વાહનોને ઘોઘા રોડથી પીપળીયા પુલ થઈ ડાયવર્ટ કરવાના રહેશે.
જાહેરનામાનો ભંગ/ ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ મુજબ શિક્ષા થશે.
જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલાં લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેની કક્ષાના ન હોય તેવા ફરજ
પરના અધિકારીશ્રીને અધિકાર રહેશે.
આ જાહેરનામા અન્વયે જાહેર સેવા તંત્ર સાથે સંકળાયેલા તથા ફરજ પરના વાહનોને આ જાહેરનામામાંથી મુક્તિ
આપવામાં આવી છે.














Recent Comments