ભાવનગર

ભાવનગર જિલ્લાની મહિલાઓ માટે ફળ અને શાકભાજી પરિરક્ષણની તાલીમનું આયોજન

બાગાયત ખાતા દ્રારા રાજ્યભરમાં કેનીંગ અને કિચન ગાર્ડન યોજનામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની
મહિલાઓને ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગેની ૨ (બે) તથા ૫ (પાંચ) દિવસીય તાલીમ આપવામાં આવે છે. જેમા
ફળ અને શાકભાજીમાંથી બનતી વિવિધ બનાવટો જેમકે શરબત, સ્ક્વોશ, જામ, જેલી, કેચપ, વિવિધ પ્રકારના
અથાણાં, સોસ વગેરે ઉપર તાલીમ આપવામાં આવે છે. જેમાં તાલીમ વર્ગમાં તાલીમાર્થીઓની સંખ્યા ૩૦ હોય છે. આ
યોજના હેઠળ તાલીમનો સમય દૈનિક મિનિમમ ૭ કલાક રહેશે. તથા મહિલા લાભાર્થીઓને દૈનિક રૂ.૨૫૦/- વૃતિકા
ચુકવવામાં આવશે. જેનો લાભ લેવા તાલીમાર્થીઓના ઓનલાઇન ફોર્મ ભરવા માટે આઇ ખેડુત પોર્ટલ
https://ikhedut.gujarat.gov.in/ તા.૦૮/૦૬/૨૦૨૬ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. લાભ લેવા ઇચ્છુક ૧૮ થી ૫૮
વર્ષની ઉમરના જિલ્લાની બહેનોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને તથા ફોર્મ ભરીને તેની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે
રાખવાની રહેશે અત્રેથી મંજૂરી આપવામાં આવે ત્યારબાદ મંજૂરી મુજબ નિયત સમયમર્યાદામા અરજીની સહી વાળી
નકલ સાથે મંજૂરીના હુકમમાં દર્શાવેલ તમામ આધાર પુરાવો સાથે તાલીમ માટે દરખાસ્ત રજૂ કરવાની રહેશે. વધુ
માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી નવાપરા ભાવનગરની રૂબરૂ મુલાકાત લેવા મદદનિશ બાગાયત
નિયામક, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.

Related Posts