ભાવનગર

ભાવનગર શહેરીજનો માટે બાગાયત ખાતાની અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના અંતર્ગત ત્રણ દિવસીય વિનામુલ્યે માળી તાલીમ યોજાશે

ભાવનગર જિલ્લાના તમામ શહેરીજનોને જણાવવાનું કે, રાજયભરમાં બાગાયતનો વ્યાપ વધારવા તેમજ
તાલીમ થકી યુવાનોના કૌષલ્યમાં વૃધ્ધિ કરી તેમના માટે રોજગારીની નવી તકો ઉભી કરવાના નેક ઉદ્દેશ્યથી રાજ્ય
સરકાર દ્વારા અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ અમલમાં છે જેમા ૩ (ત્રણ) દિવસીય તાલીમ આપવામાં આવશે. લાભાર્થીને
પ્રતિદીનની મર્યાદામાં રૂ ૨૫૦/-ની વૃત્તિકા તથા ગાર્ડન ઉપયોગી ટુલ કીટ આપવામાં આવશે. જે તાલીમ વર્ગમાં
તાલીમાર્થીઓની સંખ્યા ૩૦ થી ૪૦ રહેશે. જેનો લાભ લેવા ૧૮ થી ૪૫ વર્ષની ઉમરના ભાઇઓ તથા બહેનોએ આઇ

ખેડુત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ ઉપર તા.૨૦/૦૫/૨૦૨૬ થી તા:૦૮/૦૬/૨૦૨૬ સુધી ઓનલાઇન
આધાર લિન્ક ઓ.ટી.પી. બેસ્ડ રજીસ્ટ્રેશન કરીને તથા ફોર્મ ભરીને તેની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.
અત્રેથી મંજૂરી આપવામાં આવે ત્યારબાદ મંજૂરી મુજબ નિયત સમયમર્યાદામાં અરજીનીની સહી વાળી નકલ સાથે
મંજૂરીના હુકમમાં દર્શાવેલ તમામ આધાર પુરાવો સાથે તાલીમ માટે દરખાસ્ત રજૂ કરવાની રહેશે. વધુ માહિતી માટે
મદદનીશ બાગાયત નિયામક (કેનીંગ)શ્રી, નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સરકારી ટેકનિકલ સ્કુલ કમ્પાઉન્ડ,
નવાપરા, ભાવનગરએ સંપર્ક કરવા આથી અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

Related Posts