અમરેલી

લાઠી તાલુકાના કેરીયા અને હરસુરપુર દેવળિયા ખાતે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત બે સરોવરનું લોકાર્પણ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કેરિયા અને હરસુરપુર દેવળિયા ખાતે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત બે સરોવરનું લોકાર્પણ ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના લાઠી-લીલીયા તાલુકામાંથી પસાર થતી ૫૪ કિલોમીટર લાંબી ગાગડિયો નદી પર રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જનભાગીદારીથી જળસિંચનનું કાર્ય કરવામાં આવ્યું છે જેના લીધે નદીની વહન ક્ષમતા અને સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. 

આ તકે રાજ્યપાલશ્રીએ ગૌરી અને મંજુલા સરોવરનું લોકાર્પણ કરીને શ્રી સવજીભાઈ ધોળકિયાએ સ્થાનિક ગ્રામજનોના હિતાર્થે તૈયાર કરેલા સરોવરના નિર્માણ કાર્યને બિરદાવ્યું હતું. વધુમાં તળાવનું નિરીક્ષણ કરીને સૌને દીપાવલી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ ક્ષણે ઊર્જા-પેટ્રોકેમિકલ્, કાયદો-ન્યાય, સંસદીય અને વૈધાનિક બાબતોના રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા, લાઠી-બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા કલેકટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, પ્રાંત અધિકારીશ્રી,  પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts