અમરેલી

અમરેલી જિલ્લામાં અતિભારે વરસાદ: લીલીયા તાલુકાના છેવાડાના ગામોમાં પ્રતાપ દુધાત અને કોંગ્રેસ ટીમ દ્વારા ભોજન વિતરણ

અમરેલી જિલ્લામાં અતિભારે વરસાદ: લીલીયા તાલુકાના છેવાડાના ગામોમાં પ્રતાપ દુધાત અને કોંગ્રેસ ટીમ દ્વારા ભોજન વિતરણ 

 અતિભારે વરસાદને કારણે અનેક ગામોમાં પાણી ઘૂસી જવાથી મકાનો ડૂબી જવા પામ્યા હતા. ત્યારે ‘માનવતા એ જ ધર્મ’ સમજીને પાણીના ગરકાવમાંથી લોકોને બહાર કાઢવા માટે રેસ્કયૂ ઓપરેશન હાથ ધરી તેમને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા હતા.

આવી વિકટ પરિસ્થિતિમાં સરકાર કે ભાજપના સત્તાધીશો માત્ર ફોટોશૂટ કરીને ચાલ્યા ગયા છે અને લોકોની વેદના કે લાગણીઓ પ્રત્યે ઉદાસીનતા દાખવી છે. તંત્ર દ્વારા હજુ સુધી કોઈ યોગ્ય સહાય કે કેશડોલની સુવિધા કરવામાં આવી નથી.

આવા સમયે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતની સૂચનાથી તેમની ટીમ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં પહોંચીને માનવતાના કાર્યરૂપે નાસ્તા, પાણી અને તૈયાર ભોજન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોંગ્રેસની ટીમે છેવાડાના વરસાદગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને જરૂરિયાતમંદ પરિવારોને તૈયાર ભોજનનું વિતરણ કર્યું હતું તેમજ લોકોની સ્થિતિનો તાગ મેળવી તેમની સમસ્યાઓ સાંભળી હતી. ભારે વરસાદ અને પાણી ભરાવાની મુશ્કેલીઓ વચ્ચે પણ ટીમે અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચીને રાહત સહાય પૂરી પાડી હતી.આ પ્રસંગે શ્રી પ્રતાપ દુધાતે જણાવ્યું કે:”આપત્તિના સમયમાં લોકોની પડખે ઊભા રહેવું એ જ સાચી જનસેવા છે. અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદ પહોંચાડવા માટે અમારી ટીમ સતત કાર્યરત રહેશે.”

  ફ્રુટ પેકેટ અને બપોરનું ભોજન રાત્રીનું ભોજન પાણી વગેરેની પ્રતાપભાઈ દુધાત તરફથી રવાના કરવામાં આવેલ મુશ્કેલીના સમયમાં પ્રતાપભાઈ દુધાત મત આવતા લોકોએ ખૂબ આશીર્વાદ પાઠવે તથા બંને ગામના લોકોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ આટકે તાલુકા પ્રમુખ જગદીશભાઈ દેથલીયા ઉપપ્રમુખ વિજયભાઈ કોગથિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નીતિનભાઈ ત્રિવેદી સરપંચ વિજયભાઈ શેખલીયા મુન્નાભાઈ દુધાત જિલ્લા પંચાયતના પ્રતિનિધિ બાબુભાઈ દુધાત અલ્પેશભાઈ ગુંદરણવાળા હરીપરના હોનાર આગેવાન ભીખાભાઈ દેવાણી જીગરભાઈ વગેરે બંને ગામમાં ફરીને લોકોને થઈ શકે તેટલી મદદ કરે

Related Posts