અમરેલી

સાવરકુંડલાની કાણકિયા કોલેજ ખાતે NCC ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર અને કમાન્ડિંગ ઓફિસરની ગરિમામય મુલાકાત

​ખમીરવંતી આ ધરા પર                               શિસ્તનો શણગાર જોયો,

કેડેટ્સની આંખોમાં મેં સેવાનો                        અવતાર જોયો.

​દેશકાજે જે સજ્જ છે એ                        વીરતાની હાર જોયો,

કાણકિયાના આંગણે આજે                            ગૌરવનો અંબાર જોયો.

–“પાંધી સર”

નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી. ડી. આર્ટસ અને શ્રી એમ. આર. સંઘવી કોમર્સ (કાણકિયા) કોલેજ, સાવરકુંડલા ખાતે આજરોજ તારીખ 30 એપ્રિલ, ગુરુવારના રોજ એનસીસી યુનિટની શુભેચ્છા મુલાકાતે ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ પધાર્યા હતા. આ મુલાકાતથી કોલેજ કેમ્પસમાં દેશભક્તિ અને શિસ્તનો માહોલ સર્જાયો હતો.

કાણકિયા કોલેજનું NCC યુનિટ 6th બટાલિયન-ભાવનગર સાથે સંલગ્ન છે. કેડેટ્સને પ્રોત્સાહિત કરવા માટે NCC ગ્રુપ કમાન્ડર-બ્રિગેડિયર સૂશીન બિશ્વાસ સાહેબ તથા કમાન્ડિંગ ઓફિસર આશુતોષ મહેતા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ કેડેટ્સ સાથે સંવાદ સાધ્યો હતો અને સલામતી દળોમાં કારકિર્દી બનાવવા માટેની સુવર્ણ તકો વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કોલેજની એનસીસી પ્રવૃત્તિઓ નિહાળીને તેઓએ ભારે સંતોષ અને પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એસ. સી. રવિયા સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનું સફળ સંકલન અને સંચાલન અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપક અને NCC ના કેપ્ટન ડૉ. એલ. એલ. ચૌહાણ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓની આ મુલાકાતથી વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Related Posts